ગઢડા નગરપાલિકાના ચીફ ઓફિસર વી.ડી.પરમારનો વિદાય સમારંભ યોજાય ગયો.

561

ગઢડા નગરપાલિકાના ચીફ ઓફિસર વિપુલભાઇ પરમાર જે 2017થી ફરજ બજાવતા હતા જેઓની ઉમરગામ નગરપાલિકા ખાતે સ્વવિન્નતી બદલી થતા તેમનો ગઢડા નગરપાલિકા દ્વારા ગઈ કાલે વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો .

જેમાં ગઢડા નગરપાલિકા પ્રમુખ પ્રતાપભાઈ ખાચર, વિરોધ પક્ષના નેતા પ્રભાતભાઈ બોરીચા, પ્રદેશ લઘુમતી મોરચાના અધ્યક્ષ ઈરફાનભાઈ ખીમણી, નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો અને નગરપાલિકાના કર્મચારીમિત્રો વગેરે હજાર રહ્યાં અને ચીફ ઓફિસર સાહેબની નોંધાનીય કામગીરીની પ્રશંશા અને તેમની આવડતને બિરદાવેલ હતી.
તેમજ ચીફ ઓફીસર વી.ડી.પરમારને રીતોરિવાજ મુજબ શાલ ઓઢાડી ,શ્રીફળ-સાકરનો પડો અને ગોપીનાથજી ભગવાનની તસ્વીર આપી સન્માનિત કરી વિદાય સમારંભ પૂર્ણ કરવામાં કરવામાં આવેલ હતો.

તસ્વીર : ધર્મેન્દ્રસિંહ સોલંકી

Previous articleલોકપ્રિય રણબીર કપુર પાસે ૨૦૨૧ સુધી તો સમય નથી
Next articleગઢડા આઈટીઆઈ ખાતે બે દિવસીય યોગ શિબિરનું આયોજન કરાયું