દ્રારકાના મંદીરમાં પૂ.મોરારીબાપુ ઉપર થયેલ હુમલાને રાણપુર અને રાણપુર તાલુકાના ત્રિપાજ્ય સાધુ સમાજે વખોડી રાણપુર મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતુ.જેમાં તા-૧૮.૬.૨૦૨૦ ના રોજ વિશ્વ વંદનીય મોરારીબાપુ દ્રારકાના જગત મંદીર કૃષ્ણ ભગવાનના દર્શને ગયેલા ત્યારે પૂ.બાપુ કોઈપણ સમજે પહેલા દ્રાલકાના પુર્વ ધારાસભ્ય પબુભા માણેક દ્રારા હિચકારો હુમલો કરી પૂ.બાપુ ને ન શોભે તેવુ વર્તન કરી મુખમાં ન શોભે તેવી ગાળો બોલીને પૂ.મોરારીબાપુ નું ઘોર અપમાન કરેલ છે.આ કૃત્ય ને વૈષ્ણવ સાધુ સમાજ,દશનામી સાધુ સમાજ,રામાનંદી સાધુ સમાજે સખત શબ્દોમાં વખોડી કાઢી અમારી તથા સમાજની લાગણી દુભાણી તે બદલ રાણપુર મામલતદાર અલ્કેશભાઈ ભટ્ટ ને આવેદનપત્ર આપી અમારી રજુઆત વડાપ્રધાન,ગૃહપ્રધાન,ગુજરાતના મુખ્યપ્રધાન,ગૃહમંત્રી તથા બોટાદ કલેક્ટર ને પહોચાડવા અપીલ કરેલ છે.આ આવેદનપત્ર આપવા હરીરામભાઈ સાધુ તાલુકા પ્રમુખ,તાલુકા ઉપ.પ્રમુખ મણીરામબાપુ,વાવડીના દેવમોરારી ભરતદાસ અમરદાસ,હેમરાજગીરી ગોસ્વામી,ભરતસિંહ ડોડીયા સહીત સાધુ સમાજ આગેવાનો જોડાયા હતા.
તસવીર-વિપુલ લુહાર
















