ચૂંટણી પરિણામો પહેલા જ ઈવીએમને લઈને હોબાળો

450

તમામ એક્ઝિટ પોલમાં એનડીએને પુર્ણ બહુમતિ મળવાની ભવિષ્યવાણી કરવામાં આવ્યા બાદ વિરોધ પક્ષો તરફથી ફરી એકવાર ઈવીએમને લઈને હોબાળો શરૂ કરી દેવામાં આવ્યો છે. ઈવીએમ સાથે ચેડા કરવાની આશંકા વ્યક્ત કરવામાં આવ્યા બાદ હવે એવો પ્રશ્નો કરવામાં આવી રહ્યો છે જો વીવીપેટ અને ઈવીએમમાં નોંધાયેલા મત જુદા જુદા આવે તો આવી સ્થિતિમાં શું થશે. આમ આદમી પાર્ટીના રાજ્ય સભાના સાંસદ સંજય સિંહએ મિસમેચ થવાની સ્થિતિમાં સમગ્ર ચૂંટણીને રદ કરવાની માંગ કરી છે. બીજી બાજુ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ મતગણતરીની પ્રક્રિયામાં અનેક સમસ્યાઓના ઉલ્લેખ કરીને આ સમસ્યાઓને દુર કરવા માંગ કરી છે. બીજી બાજુ અન્ય વિરોધ પક્ષોએ પણ એક્ઝિટ પોલને ઈવીએમની સાથે ચેડા હોવાની વાત કરી આક્ષેપો કર્યા છે. ચૂંટણી પંચે અનેક વખત સાફ શબ્દોમાં કહ્યું છેકે, ઈવીએમ મશીન સાથે કોઈ પણ પ્રકારે ચેડા થઈ શકે તેમ નથી. ચૂંટણી પંચ દ્વારા આવા આક્ષેપ થયા બાદ ઓપન ચેલેન્જમાં હેકાથનનું પણ આયોજન થયું હતું. એ ગાળા દરમિયાન કોઈ પણ ગેરરીતિ સપાટીએ આવી ન હતી. પરિણામ પહેલા મુખ્ય વિરોધ પક્ષ કોંગ્રેસ પાર્ટી પણ ઈવીએમને લઈને શંકા વ્યક્ત કરી રહી છે. કોંગ્રેસના નેતા રશીદ આલવીએ કહ્યું છે કે, જો એક્ઝિટ પોલ જેવા પરિણામ આવે છે તો આનો મતલબ એ છે કે, ઈવીએમ સાથે ચેડા થઈ શકે છે.

આલવીએ અહી સુધી કહ્યું હતું કે, જો આવુ થશે તો નવેમ્બર ૨૦૧૮માં છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને રાજસ્થાન વિધાનસભામાં કોંગ્રેસની જીત પણ એક કાવતરાના ભાગ રૂપે હોઈ શકે છે. કોંગ્રેસ નેતાએ કહ્યું હતું કે, આનો મતલબ એ થયો કે હાલમાં યોજાયેલી ત્રણ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી દરમિયાન ઈવીએમ સાથે કોઈ ચેડા કરવામાં આવ્યા ન હતા. ઈવીએમને લઈને કોઈ પણ લોકો પ્રશ્નો ન કરી શકે. તે હેતુ સાથે એ ગાળા દરમિયાન ઈવીએમ સાથે ચેડા કરવામાં આવ્યા ન હતા. આ પહેલા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટિ્‌વટ કરીને ચૂંટણી પંચ પર પ્રશ્નો ઉઠાવ્યા છે. ચૂંટણી પંચે મોદીની સામે શરણાગતિ સ્વીકારી લીધી છે. રાહુલ ગાંધીએ ટિ્‌વટ કરીને માહિતી આપી ત્યારે એક્ઝિટ પોલના તારણ સપાટી ઉપર આવ્યા ન હતા. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી અને ટીડીપીના નેતા નાયડુએ આજે કહ્યું હતું કે, મતગણતરીની પ્રક્રિયામાં અનેક પ્રકારની સમસ્યા છે. ચૂંટણી પંચે આ તમામ સમસ્યાઓના ઉકેલ માટે પગલા લેવા જોઈએ. ઈવીએમને લઈને ચાલી રહેલી અફવાઓ પણ ધ્યાન આપવાની જરૂર છે. બીજી બાજુ સીપીએમના વરિષ્ઠ નેતા સીતારામ યેચુરીએ આજે કહ્યું હતું કે, ઈવીએમમાં નોધાયેલા વોટ અને વીવીપેટ સ્લિપમાં મિસમેચ થવાની સ્થિતિમાં શુ થશે આને લઈને કોઈ કારણ આપવામાં આવ્યા નથી.

પશ્વિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને પણ આની પાછળ પણ કાવતરા દેખાઈ રહ્યા છે.

Previous articleઓમપ્રકાશ રાજભર આખરે કેબિનેટમાંથી દુર કરી દેવાયા
Next articleશારદા ચિટફંડ : રાજીવ કુમારે ધરપકડ પર વધુ પ્રતિબંધ માંગતી અરજી કરી