જિલ્લામાં અકસ્માતોની વણઝાર શરૂ થઈ છે. રોજેરોજ અકસ્માતમાં મૃત્યુ અંગેના સમાચારો પ્રસિધ્ધ થાય છે. બે ત્રણ માસ પહેલા જ હજુ રંઘોળા પુલ પરથી ટ્રક નીચે ખાબકતા પાલીતાણાના અનિડા ગામના એક સાથે ૪૧ મોતથી લગ્નગીતની જગ્યાએ મરશીયા ગવાતા હતા ત્યારે ટ્રક ચાલક પર ફીટકાર વરસ્યો હતો. રાજ્ય સરકાર તથા સેવાભાવી સંસ્થાઓ તથા લોકો દ્વારા સહાયનો ધોધ વરસાવ્યો હતો અને આવા વાહનો (કોમર્શીયલ) પર મુસાફરો ભર્યા હોય તો ડીટેઈન કરવા તેવી સુચનાઓના આદેશો છુટ્યા હતા પરંતુ આ આદેશો માત્ર મર્યાદીપ દિવસો પુરતા જ હોય કે એકસીડેન્ટ થયેલ પરિવારને સાંત્વના પુરતા હોય તેમ સાબિત થયા હતા. હાલ જિલ્લામાં બેફામ વાહનો કે જે નિયમો વિરૂધ્ધ દોડી રહ્યાં છે પણ તંત્ર આંખ મીચામણા કરી રહ્યું છે.
જિલ્લામાં ટ્રક, આઈસર, ટેમ્પા, છકડા તથા અન્ય ખુલ્લા વાહનોમાં માલસામાનની જગ્યાએ પેસેન્જરો ભરાય રહ્યાં છે. તે પણ ઓવરલોડ છતાં તંત્ર માત્ર તમાશો જાવામાં જ વ્યસ્ત છે કે પછી ફરી કોઈ મોટા અકસ્માતની રાહ જાવે છે. કોઈ કોમર્શીયલ વાહનોમાં મુસાફરો ભરવાની પરમીટ અપાતી ન હોય છતાં તંત્રની બલીહારીથી વાહનોમાં પેસેન્જરો હેકડેઠેક ભરવામાં આવે છે. ગ્રામ્ય પંથકોમાં મોટાભાગે જવા એસ.ટી. સુવિધા નથી ત્યાં ફરજીયાત આવા ખુલ્લા વાહનોમાં જ મુસાફરી કરવી પડે છે ત્યાં જિલ્લાને જાડતી મીની બસો શરૂ કરવી જાઈએ. આવા સુચનો પણ રંઘોળા અકસ્માત બાદ લોકમુખે ચર્ચાતા જાવા મળ્યા છે ત્યારે સરકાર દ્વારા કડક આદેશ કરી તંત્રને પરિપત્ર પાઠવી કોમર્શીયલ ખુલ્લા વાહનોમાં ગેરકાયદે ભરાતા મુસાફરો અંગે જરૂરી કાર્યવાહી કરવામાં આવે. આરટીઓ, પોલીસ બન્ને તમાશો જાવામાં મશગુલ છે. જિલ્લામાં આવા વાહનો બેફામ ફરી રહ્યાં છે. કાનના પડદા ફાડી નાખે તેવા એર હોર્ન વગાડી જાખમીરૂપે અન્ય વાહનોનો ઓવરટેક કરી રહ્યાં છે ત્યારે આ અંગે સરકાર તથા તંત્ર ગંભીર નોંધ લઈ વાહન ચેકીંગ હાથ ધરે તેવી માંગ ઉઠી છે.