શિલ્પા શેટ્ટીએ બાળકો સાથે માં અંબાની આરતી ઉતારી

132

મુંબઈ,તા.૧૨
નવરાત્રિના પર્વ નિમિત્તે બોલીવુડની અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ બાળકો સમીશા અને વિઆન સાથે માં અંબાની આરતી ઉતારી છે. શિલ્પાએ આ ખાસ વીડિયો એના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. જેને ફેન્સ પસંદ કરી રહ્યા છે. વીડિયોમાં જોઇ શકાય છે કે, એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી માં અંબાની આરતી ઉતારી રહી છે અને એની એક તરફ પુત્ર વિઆન તો બીજી તરફ પુત્રી સમીશા ઉભી છે અને આરતી ગાઇ રહ્યા છે. આરતી દરમિયાન નાની સમીશા ઘંટડીની મજા પણ માણી રહી છે. આ દરમિયાન શિલ્પા શેટ્ટી અને પુત્ર વિઆન તથા પુત્રી સમીશા ઓરેન્જ કલરના પારંપરિક પહેરવેશમાં જોવા મળ્યા હતા. જોકે વીડિયો શેર કરવાની સાથે શિલ્પા શેટ્ટીએ એક પોસ્ટ લખી છે, કર્પૂર ગૌરવમ્‌ કરણાવતારમ્‌ સંસારસારમ્‌ ભુજગેન્દ્રહારમ્! સદા વસંતમ્‌ હ્રદયારવિન્દે ભવમ્‌ ભવાની સહિતમ્‌ નમામિ! મારા બાળકો અને મારી શ્રદ્ધા. કેટલીક વસ્તુઓ હોય છે જે આગળની પેઢીમાં આગળ એમ જ નથી વધતી, એ માટે એમની સામે કર્મ કરવો પડે છે. આ મારા માટે બહુ જ મહત્વનું છે કે મારા બાળકો પણ એક પરંપરા સાથે ઉછરે જેને આપણા માતા-પિતાએ આપણામાં સિંચ્યા છે. શિલ્પા શેટ્ટીએ પોસ્ટ દ્વારા એમ પણ કહ્યું કે, હું ઇચ્છતી હતી કે બંને બાળકોમાં નાનપણથી જે વિશ્વાસ પેદા થાય. કારણ કે હું જાણું છે કે જેમ જેમ ઉંમર વધે છે તેમ-તેમ શ્રદ્ધા મજબૂત બને છે. એના મૂળિયા આપણામાં પાંગરે છે જે જીવનના તમામ અનુભવમાં આત્મસમર્પણ કરવામાં આપણને મદદ કરે છે. સર્વશક્તિમાન. આનંદ. ઉલ્લેખનીય છે કે, વિતેલા સમયમાં અભિનેત્રી આખા દેશમાં ચર્ચાનો વિષય બની હતી જ્યારે એનો પતિ અને બિઝનેસમેન રાજ કુંદ્રા અશ્લીલ ફિલ્મા બનાવવાના કેસમાં ઝડપાયો હતો.