રાયપુર રેલવે સ્ટેશન પર બ્લાસ્ટમાં છ જવાન ઘાયલ

130

ડેટોનેટર એક બોગીમાંથી બીજી બોગીમાં લઇ જવાઇ રહ્યું હતું, એ દરમિયાન દુર્ઘટના બની હોવાનું જાણવા મળ્યું
રાયપુર,તા.૧૫
રાયપુર રેલવે સ્ટેશનેથી મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. સવારના અંદાજે સાડા ૬ કલાક વાગ્યે રાયપુર રેલવે સ્ટેશન પર એક બ્લાસ્ટ થયો છે. જેમાં મળતી જાણકારી અનુસાર સીઆરપીએફના ૬ જવાનો ઘાયલ થયા છે. સૂત્રો અનુસાર, ડેટોનેટર ફાટવાથી આ બ્લાસ્ટ થયો છે. ડેટોનેટર એક બોગીમાંથી બીજી બોગીમાં લઇ જવાઇ રહ્યું હતું. એ દરમ્યાન આ દુર્ઘટના ઘટી હોવાનું જાણવા મળી રહ્યું છે. મળતી માહિતી મુજબ, પ્લેટફોર્મ નંબર ૨માં બે બોગીના સ્થળાંતર દરમિયાન આ દુર્ઘટના ઘટી હતી. હાલમાં ઘાયલ જવાનોને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યાં છે. તેમજ આ ઘટના સાથે સીઆરપીએફના એક વરિષ્ઠ અધિકારીએ સ્થળ પર પહોંચીને ઘટનાસ્થળનું નિરીક્ષણ પણ કર્યું છે. સીઆરપીએફની ૨૧૧મી બટાલિયનના જવાન સ્પેશિયલ ટ્રેનથી જમ્મુ જઇ રહ્યાં હતાં ત્યારે ગ્રેનેડ ટ્રેનની બોગીમાં રાખતા જ બ્લાસ્ટ થઇ ગયો. જેમાં સીઆરપીએફના એક જવાનની હાલત અત્યંત ગંભીર છે કે, જેને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યો છે. મોકા પર સીઆરપીએફના ઉચ્ચ અધિકારી પણ પહોંચી ગયા હતાં. તમને જણાવી દઇએ કે, આ પહેલાં ૧૭ જૂનના રોજ સિકંદરાબાદથી દરભંગા જંક્શન પહોંચેલી સિકંદરાબાદ દરભંગા એક્સપ્રેસના પાર્સલ વાનથી ઉતારવામાં આવેલા રેડીમેડ કપડાના પેકેટમાં બ્લાસ્ટ થયો હતો. ટ્રેન દિવસમાં ૧ઃ૧૮ વાગ્યે પ્લેટફોર્મ નંબર ૨ પર રોકાઇ. પછી પાર્સલ વાનમાંથી સામાનના પેકેટ ઉતારવામાં આવવા લાગ્યાં. ૩ઃ૨૫ વાગ્યે બ્લાસ્ટ થયો. દરભંગા રેલ્વે સ્ટેશન પર થયેલા પાર્સલ બ્લાસ્ટનું ‘પાકિસ્તાન કનેક્શન’ પણ સામે આવ્યું હતું.