ધંધુકાની વિમલમાતા હાઈ.માં જિલ્લા મહાકુંભ એથ્લેટિકસ સ્પર્ધા યોજાઈ

805
guj2492017-1.jpg

ધંધુકાની વિમલ માતા હાઈસ્કુલ ખાતે તા. ર૧ થી રર સપ્ટે દરમ્યાન જિલ્લા કક્ષાની એથ્લેટિકસ સ્પર્ધા યોજાઈ. જેમાં ધંધુકા તાલુકો પ્રથમ, દસકોઈ, દ્વિતિય અને સાણંદ તાલુકો તૃતિય ક્રમે બહેનોના વિભાગમાં રહ્યા હતાં. તો ભાઈઓમાં સાણંદ, પ્રથમ ધંધુકા, દ્વિતિય અને માંડલ – મૃતિય સ્થાને રહી ઉતકૃષ્ટ દેખાવ કર્યો હતો.
ધંધુકા ખાતે યોજાયેલ ખેલમહાકુંભ અંતર્ગત જીલ્લા એથ્લેટેકિસના પ્રથમ દિને ઓપનિંગમાં અમદાવાદ ગ્રામ્યના રમત-ગમત અધિકારી બી.જે.દેસાઈ, ગુજરાત રાજય વ્યાયામ મંડળના પ્રમુખ રણજીતસિંહ વાઘેલા, એસ.વી.એસ.કન્વીનર ગીતાબેન દવે, વ્યાયામ મંડળના પ્રમુખ એસ.આઈ.લોદી, વિમલ માતા સ્કુલ સંચાલક ફાધર ઈગ્નાશ, આચાર્ય ફાધર લેજલી તથા તમામ તાલુકાના વ્યાયામ મંત્રીઓની ઉપસ્થિતિ વચ્ચે સર્વ પ્રથમ દિપપ્રાગટય ત્યાર બાદ સ્કુલની બાળાઓ દ્વારા ઈતની શકિત હમે દેન દાતાની પ્રાર્થના કરવામાં આવેલ અંતે એથ્લેટિકસ સ્પર્ધાનો કાર્યક્રમ ખુલ્લો મુકાયો હતો.
ધંધુકા ખાતે યોજાયેલ એથ્લેટિકસ સ્પર્ધામાં અંડર-ડથી ઓપન વિભાગના ભાઈઓ-બહેનોએ ભાગ લીધેલ જેમાં ભાઈઓની સ્પર્ધામાં સાણંદ તાલુકો પ્રથમ, ધંધુકા દ્વિતિય અને માંડલ તૃતિય સ્થાને રહ્યા હતાં. તો બીજા દિવસે બહેનોની અંડર૯થી ઓપન ૪ઢ વર્ષ સુધીની બહેનોમાં ધંધુકા  તાલુકો ર૯, મેડલ, દસકોઈ તાલુકો – ર૬ મેડલ અને સાણંદ તાલુકો ૧૮ મેડલ સાથે તૃતિય સ્થાને રહેવા પામ્યો હતો. તો ધોલેરા તાલુકાની બહેનોમાં પ્રથમ -ર અને  દ્વિતિય-ર નંબરો પ્રાપ્ત કરી કુલ ૪ મેડલ પ્રાપ્ત કરી શાળાનું ગૌરવ વધાર્યુ હતું.