પતિએ કરી પત્નીની હત્યા

11

શહેરની સરીતાસોસાયટીમા દિવાળી ના પર્વ એ જ હત્યાની ઘટના ઘટતા ચકચાર મચી
શહેરની એક પરણીતાએ કરેલા લવ મેરેજ નો એક જ વર્ષમાં કરૂણ અંજામ આવ્યો છે પતિ સાથે વાંકુ પડતા પિતૃ ગૃહે આવેલી પરણીતાને પ્રેમી પતિ એ ઉપરાછાપરી તિક્ષ્ણ હથિયારો ના ઘા ઝીકી હત્યા કરી પોતે પણ આપઘાત નો પ્રયત્ન કરતાં ભારે ચકચાર મચી જવા પામી છે.

સમગ્ર બનાવ અંગે સૂત્રો પાસેથી જાણવા મળતી વિગતો અનુસાર શહેરના સરીતા સોસાયટી માં રહેતી ચાર્મી પ્રવિણભાઈ નાવડીયા ઉ.વ.૧૯ એ આજથી એક વર્ષ પૂર્વે વિશાલ ભૂપત વાઘેલા નામના શખ્સ સાથે લવ મેરેજ કર્યાં હતાં અને પ્રેમી પતિ સાથે સુરત સ્થાયી થઈ હતી પરંતુ લગ્નનાં થોડા જ સમય બાદ પતિ સાથે મનદુઃખ સાથે અવારનવાર ઝઘડાઓ થતાં હોય આથી પરણીતા ૨૦ દિવસ પૂર્વે પતિ ને છોડી પુનઃ સરીતાસોસાયટીમા આવેલ શેરી નં-૬ પ્લોટ નં-૭૭-એ ભાવનગર પિતાને ઘરે આવી હતી જેમાં પતિ વિશાલ પણ યુવતી પાછળ આવ્યો હતો અને હેરાન પરેશાન કરી જાન થી મારી નાખવાની ધમકી આપતો હતો આથી પરણીતાએ પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી પરંતુ મૃતક યુવતીના પરીવારે કરેલા આક્ષેપો મુજબ આ અરજી ને પોલીસે ધ્યાનમાં જ લીધી ન હતી દરમ્યાન આજરોજ યુવતી ઘરમાં એકલી હોય આથી પતિ તેના ત્રણ થી ચાર સાગરીતો સાથે યુવતી ના ઘરમાં ઘૂસી ઝઘડો કરી પતિ વિશાલે તેની પાસે રહેલ તિક્ષ્ણ હથિયાર ના પત્ની ચાર્મી ઉપર ઘા ઝીકી મોચને ઘાટ ઉતારી પોતે પણ હથિયાર નો એક ઘા પોતાના પેટમાં ભોક્યો આથી એ પણ સ્થળ પર ફસડાઈ પડ્યો હતો. જેને પગલે ૧૦૮ને જાણ કરાતા હત્યા પતીને તાત્કાલીક સારવાર અર્થે સર ટી હોસ્પિટલમાં ખશેડવામાં આવેલ હતો. દરમ્યાન આ ઘટનાની જાણ ડી-ડીવીઝન પોલીસને થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસ હાથ ધરી હતી આ બનાવ ને પગલે ઘટના સ્થળે લોકો ના ટોળેટોળાં એકઠા થયા હતા આ અંગે લોકો માં એવું પણ ચર્ચાઈ રહ્યું છે કે હત્યારા સહિત ત્રણેક શખ્સોની પોલીસે અટકાયત કરી છે આ બનાવને પગલે શહેર ભરમાં ભારે ચકચાર મચી જવા પામી છે.