રિટેલ રોકાણકારો સરકારી સિક્યો.માં પૈસા રોકી શકશે

749

આરબીઆઈની બે નવી સ્કિમ લોન્ચ કરવામાં આવી : રિઝર્વ બેંક-ઈન્ટિગ્રેટેડ ઓંબ્ડસ્મેન સ્કીમ પણ લોન્ચ કરાઈ
નવી દિલ્હી, તા.૧૨
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ)ની ૨ નવી સ્કીમ્સને લોન્ચ કરી છે. તે આરબીઆઈરિટેલ ડાયરેક્ટ સ્કીમ અને રિઝર્વ બેંક ઈન્ટિગ્રેટેડ ઓંબ્ડસ્મેન સ્કીમ છે. આરબીઆઈરિટેલ ડાયરેક્ટ સ્કીમ અંતર્ગત રિટેલ રોકાણકારો સરકારી સિક્યોરિટીઝમાં પૈસા લગાવી શકશે. તેનાથી તેમને ભારત સરકાર અને રાજ્ય સરકારો દ્વારા જાહેર કરવામાં આવેલી સિક્યોરિટીઝમાં સીધું રોકાણ કરવાનું એક નવું માધ્યમ મળશે. આ સ્કીમ અંતર્ગત રોકાણકારો આરબીઆઈ સાથે સરકારી સિક્યોરિટીઝ એકાઉન્ટ સરળતાથી ઓનલાઈન અને મફતમાં ખોલી શકે છે. જ્યારે રિઝર્વ બેંક-ઈન્ટિગ્રેટેડ ઓંબ્ડસ્મૈન સ્કીમનો ઉદ્દેશ્ય આરબીઆઈ દ્વારા રેગ્યુલેટેડ એકમો વિરૂદ્ધ ગ્રાહકોની ફરિયાદોના સમાધાનની વધુ સારી વ્યવસ્થા મળશે. આ પ્રસંગે ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસ, નાણાં મંત્રી નિર્મલા સીતારામણ, કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ પણ ઉપસ્થિત રહ્યા હતા. લોન્ચિંગ પ્રસંગે નાણાં મંત્રી નિર્મલા સીતારામણે કહ્યું કે, મહામારી દરમિયાન રિઝર્વ બેંકે જે રીતે નાણા મંત્રાલય સાથે મળીને કામ કર્યું તેઓ એ વાતની પ્રશંસા કરે છે.ઇમ્ૈંની રિટેલ ડાયરેક્ટ સ્કીમથી ગવર્નમેન્ટ સિક્યોરિટીઝમાં રિટેલ પાર્ટિસિપેશન વધશે. બીજી તરફ ઈન્ટિગ્રેટેડ ઓમ્બડ્‌સમેન સ્કીમનો હેતુ ફરિયાદોને દૂર કરનારી પ્રણાલીમાં વધુ સુધારો લાવવાનો છે. મોદીએ કહ્યું હતું કે આજે બે યોજનાને લોન્ચ કરવામાં આવી છે, એનાથી દેશમાં રોકાણનો વ્યાપ વધશે અને કેપિટલ માર્કેટ્‌સને એક્સેસ કરવું રોકાણકારો માટે વધુ સરળ થશે. ભારતમાં તમામ ગવર્નમેન્ટ સિક્યોરિટીઝમાં સુરક્ષાની ગેરન્ટી હોય છે, આ કારણે રોકાણકારોને પોતાના રોકાણ પર સુરક્ષાનું આશ્વાસન મળશે. મોદીએ કહ્યું હતું કે ગવર્નમેન્ટ સિક્યોરિટિઝમાં રોકાણ માટે ફન્ડ મેનેજર્સની જરૂર પડશે નહિ. રોકાણકારો ડાયરેક્ટ ગિલ્ટ એકાઉન્ટ ખોલી શકે છે. આ એકાઉન્ટ સેવિંગ એકાઉન્ટ સાથે પણ લિન્ક હશે. તેમણે વધુમાં કહ્યું હતું કે તમે કલ્પના કરી શકો છો કે એનાથી લોકોને કેટલી સરળતા રહેશે. મોદીએ આ દરમિયાન યુપીએ સરકાર પર પણ નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું હતું કે ૨૦૧૪ પહેલાં બેન્કિંગ સિસ્ટમને જે રીતે નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું એ અંગે તમે ક્યારેય વિચાર્યું છે. છેલ્લાં ૭ વર્ષમાં દ્ગઁછને પારદર્શિતાની સાથે રિકોગ્નાઇઝ કરવામાં આવી, રિઝોલ્યુશન અને રિકવરી પર ધ્યાન આપવામાં આવ્યું. પબ્લિક સેક્ટર બેન્કોને રિકેપિટલાઈઝ કરવામાં આવી, ફાઈનાન્શિયલ સિસ્ટમ અને પબ્લિક સેક્ટર બેન્કોમાં એક પછી એક સુધારા કરવામાં આવ્યા. સિસ્ટમ સાથે ચેડા કરનાર માટે વિલફુલ ડિફોલ્ટર્સનું ફન્ડ એકત્રિત કરવાનો રસ્તો બંધ કરવામાં આવ્યો છે. મોદીએ કહ્યું હતું, બેન્કિંગ સેક્ટરને વધુ મજબૂત કરવા માટે કો-ઓપરેટિવ બેન્કોને પણ ઇમ્ૈંની સીમામાં લાવવામાં આવી છે. એનાથી બેન્કોના ગવર્નન્સમાં પણ સુધારો થઈ રહ્યો છે અને જે લાખો ડિપોઝિટર્સ છે તેમની અંદર આ સિસ્ટમ પ્રત્યે વિશ્વાસ મજબૂત થઈ રહ્યો છે. ડિજિટલ ટ્રાન્ઝેક્શન્સ વિશે વાત કરતાં મોદીએ કહ્યું, માત્ર ૭ વર્ષમાં જ ડિજિટલ ટ્રાન્ઝેક્શન્સના મામલામાં ૧૯ ગણો વધારો નોંધાયો છે. આજે ૨૪ કલાક, સાત દિવસ અને ૧૨ મહિના દેશમાં આપણી બેન્કિંગ સિસ્ટમ ચાલુ રહે છે. ફિનટેક સેક્ટરમાં ટેક્નોલોજી ઝડપથી બદલાઈ રહી છે. ફાઈનાન્શિયલ સિસ્ટમને વિશ્વ સ્તરે બનાવવાની જરૂરિયાત છે. હાલ કોઈપણ રિટેલ ઈન્વેસ્ટર ગવર્નમેન્ટ સિક્યોરિટી અને બોન્ડ્‌સમાં ડાયરેક્ટ રોકાણ કરી શકતા નથી, માત્ર બેન્ક અને સંસ્થાગત રોકાણકારો જ રોકાણ કરી શકે છે. આ સ્કીમ દ્વારા હવે રોકાણકારો પણ ગવર્નમેન્ટ સિક્યોરિટી અને બોન્ડ્‌સમાં રોકાણ કરી શકશે, એટલે કે તમને રોકાણ માટે નવું માર્કેટ મળશે.

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleદેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના ૧૨૫૧૬ કેસ, ૫૦૧નાં કોરોનાથી મોત