દિવાળીમાં દિલ્હીનું પ્રદૂષણ વધ્યું, એર ક્વોલિટી ૩૬૦

318

દેશના પાટનગરનું હવામાન સારું થઈ રહ્યું નથી : કુતુબ મિનાર, લોટસ ટેમ્પલ, અક્ષરધામની આસપાસના વિસ્તારમાં સ્મૉગ અને લો વિઝિબિલિટી નોંધવામાં આવી
નવી દિલ્હી, તા.૧૨
રાજધાની દિલ્હીમાં ખરાબ થયેલુ વાતાવરણ સારુ થવાનુ નામ લઈ રહ્યુ નથી. આસપાસના રાજ્યમાં બળનારી પરાલી અને દિવાળીના અવસરે થયેલી આતિશબાજીના કારણે રાજધાનીમાં પ્રદૂષણ વધી ગયુ છે. શુક્રવારે કેટલાય વિસ્તારમાં એર ક્વોલિટી ૭૦૦ કરતા વધારે નોંધવામાં આવી છે. જોકે, આ આંકડો ૩૬૦ છે. સિસ્ટમ ઑફ એર ક્વોલિટી એન્ડ વેધર ફૉરકાસ્ટિંગ એન્ડ રિસર્ચ (સફર) દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર દિલ્હીની ઓવરવૉલ એર ક્વોલિટી ઈન્ડેક્સ ૩૬૦ મેળવવામાં આવી છે. આ એર ક્વોલિટી ઘણી ખરાબ શ્રેણીમાં આવે છે. અગાઉ પણ એર ક્વોલિટી ઘણી ખરાબ નોંધાઈ છે. દિલ્હી એનસીઆરમાં છેલ્લા કેટલાક દિવસોથી પોલ્યૂશનના કારણે વિઝિબિલિટી પર પણ અસર પડી છે. હવામાં સ્મૉગની મોટી ચાદર જોવા મળી રહી છે. કુતુબ મિનાર, લોટસ ટેમ્પલ, અક્ષરધામ મંદિરની આસપાસના વિસ્તારમાં સ્મૉગ અને લો વિઝિબિલિટી નોંધવામાં આવી છે. સાથે જ ખરાબ હવાના કારણે લોકોને શ્વાસ લેવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આમ તો દિલ્હીની સરેરાશ એક્યુઆઈ ૩૬૦ નોંધવામાં આવી છે પરંતુ કેટલાક એવા વિસ્તાર છે જ્યાં પૉલ્યૂશનમાં ઘણો વધારો જોવા મળ્યો છે. રાજધાનીના બે વિસ્તાર વઝીરપુર અને જહાંગીરપુરીમાં શુક્રવારે એક્યૂઆઈ ૭૦૦થી વધારે નોંધવામાં આવ્યો છે. આનાથી જાણ થાય છે કે દિલ્હીના કેટલાક વિસ્તારમાં પ્રદૂષણ અન્યની તુલનામાં ઘણુ વધારે છે. એક્યૂઆઈ લેવલનો ડેટા ઉપલબ્ધ કરાવનાર તમામ સ્ટેશન્સ પણ રેડ કેટેગરીમાં છે. મંદિર માર્ગમાં સવારે એક્યૂઆઈ લેવલ ૪૮૫ નોંધવામાં આવ્યો. દિલ્હીના પૂસામાં ૩૫૯, નવી દિલ્હી અમેરિકી દૂતાવાસ નજીક ૪૫૨ એક્યૂઆઈનો આંકડો નોંધાયો છે.

Previous articleવાયરસ રૂપ બદલે તો લોકોને વક્સિનના બૂસ્ટર ડોઝની જરૂર પડશે
Next articleદેશમાં પેટ્રોલ અને ડિઝલના ભાવમાં કોઈ ફેરફાર ન થયો