નવયુગ ક્રાંતિ ફાઉન્ડેશન દ્વારા નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ

7

નવયુગ ક્રાંતિ ફાઉન્ડેશન, ભાવનગર દ્વારા આયોજીત અને વાય. ફોર ડી. ફાઉન્ડેશન તથા આધાર હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ અને એસ.પી. સેવા સંસ્થાનના સહયોગથી કુંભારવાડા ખાતે નિઃશુલ્ક સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રાથમિક આરોગ્ય તપાસ, નિષ્ણાત તબીબી દ્વારા માર્ગદર્શન, નિઃશુલ્ક પ્રાથમિક દવાઓ નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં ડો.કેતન રાવલ તથા ડો.ચેતન કુડેચાએ સેવા આપી હતી. સમગ્ર કાર્યક્રમમાં સંસ્થાના અધ્યક્ષ શશિભાઇ સરવૈયા તથા મંત્રી ગણેશભાઇ પરમાર ટ્રસ્ટી અશ્વિનભાઇ વરિયા પ્રદીપભાઇ અને મુકેશભાઇ સરવૈયા, પ્રકાશભાઇ અશ્વિન જાદવ સહિત કાર્યકરોએ સેવા આપી હતી.