ભાવનગર મનપામાં ભળેલા ગામના ખેડૂતોની જમીનના જંત્રીના ભાવમાં ફેરફાર કરવા માંગણી

124

ફાઈનલ ટી.પી. થઈ નથી છતા તે પ્રમાણે જંત્રી લેવામાં આવે છે : નારી, સિદસર, અધેવાડા, તરસમીયા, રૂવા, અકવાડા વગેરે ગામના ખેડૂતોને પરેશાની
ભાવનગર મહાનગરપાલિકામાં મર્જ કરવામાં આવેલ નારી, સિદસર, અધેવાડા, તરસમીયા, રૂવા, અકવાડા વગેરે ગામમાં ખેડૂતોની જમીનો આવેલ છે. વેચાણ દસ્તાવેજમાં ટી.પી. પ્રમાણે ભાવનગર સબ રજીસ્ટ્રાર તરફથી જંત્રી લેવામાં આવે છે અને તે પ્રમાણે જંત્રીની આકારણી કરવામાં આવે છે. મનપામાં નવા ભળેલા ગામોમાં એક પણ ટી.પી. ફાઈનલ થઈ નથી, જયારે ટી.પી. ફાઈનલ થાય ત્યારે ઓટોમેટીક ૪૦ ટકા કપાતનુ પત્રક બની જાય એટલે ૬૦ ટકા પ્રમાણે જંત્રી થશે. જે ગામોમાં ૩૦ ટકા વિસ્તારમાં ફકત ડ્રાફટ થયેલ છે તેમાં પણ ખેતી થાય છે. ૭૦ ટકા જમીનમાં ફકત ઈરાદો જાહેર કરેલ છે તે છેલ્લો તબક્કો છે તે જમીનમાં ઘણા વારસો સુધી ખેતી થવાની છે. આમ ડ્રાઈટ બની ગયો હોય તેમાં ખેતી જ થવાની છે તે બીજો તબક્કો જયારે ઈરાદો ત્રીજો તબક્કો કે તેમાં હજુ કોઈ ટી.પી.નો વરસો સુધી અણસાર પણ નથી. આમ ભાવનગર સબ રજીસ્ટ્રાર તરફથી ફાઈનલ ટી.પી. થઈ હોય તે રીતે ટી.પી. પ્રમાણે જંત્રી વસુલ કરવામાં આવે છે. સરકારના પરીપત્રમાં મોટી ભૂલ છે અથવા સરકારનો ઈરાદો ખેડૂતો પાસથી ખોટી જંત્રી ગણીને પૈસા લેવાનો છે. ભાવનગર સબ રજીસ્ટ્રર તરફથી ખેડૂતો પાસેથી ફાઈનલ ટી.પી. થઈ હોય તેમ ટી.પી. પ્રમાણે જંત્રી લેવામાં આવે છે તે અયોગ્ય અને ગેરકાયદે છે. ફાઈનલ ટી.પી. હોય ત્યારે પત્રક બનાવાથી ઓટોમેટીક ૬૦ ટકા જમીનમાં બીન ખેતી પ્રમાણે જંત્રી થાય તે બરાબર છે. ડ્રાફટ બની ગયો હોય અને ઈરાદો જાહેર કર્યો હોય ત્યારે સંપૂર્ણ રીતે ખેતીની જંત્રી પ્રમાણે દસ્તાવેજમાં જંત્રીની ગણતરી પ્રમાણે રકમ લેવી જોઈએ. આ બાબતે તાકીદે સુચના આપવા ભાવનગર માર્કેટીંગ યાર્ડના પૂર્વે ચેરમેન ભીખાભાઈ જાજડીયાએ રજુઆત કરી છે.

Previous articleભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે, ૩૬ માસનું કામ ૫ વર્ષે પણ અધૂરૂં
Next articleઅભિનેત્રી ક્રિસ્ટલ ડિસૂઝાનું નવું ઘર ખૂબ જ સુંદર છે