દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૭૫૭૯ નવા કેસ નોંધાયા

4

દેશમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે : અત્યાર સુધીમાં ૧૧૭૬૩૭૩૪૯૯ લોકોનું રસીકરણ થયું, જેમાંથી ૭૧૯૨૧૫૪ ડોઝ ગઈકાલે આપવામાં આવ્યા
નવી દિલ્હી , તા.૨૩
ભારતમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે. દેશમાં સળંગ ૪૬માં દિવસે કોરનાના નવા કેસ ૨૦ હજારથી નીચે રહ્યા છે. જ્યારે સળંગ ૧૪૯માં દિવસે કોરોનાના નવા કેસ ૫૦ હજારથી નીચે નોંધાયા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યા મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં ૭૫૭૯ નવા કેસ નોંધાયા છે અને ૨૩૬ સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે. ૧૨,૨૦૨ લોકો કોરોના સામે જંગ જીત્યા છે. આજે નોંધાયેલા કેસ ૫૪૩ દિવસ બાદ નોંધાયેલા સૌથી ઓછા કેસ છે. દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા ૫૩૬ દિવસની નીચલી સપાટી ૧,૧૩,૫૮૪ પહોંચી છે. રિકવરી રેટ ૯૮.૨૬ ટકા છે, જે માર્ચ ૨૦૨૦ પછી સૌથી વધારે છે. દેશમાં નોંધાયેલા કુલ કૈસ પૈકી કેરળમાં ૩૬૯૮ કેસ નોંધાયા છે અને ૭૫ સંક્રમિતોના મોત થયા છે. સોમવારે દેશમાં ૮૪૮૮ નવા કેસ નોંધાયા હતા અને ૨૩૬ સંક્રમિતોએ જીવ ગુમાવ્યો હતો. દેશમાં અત્યાર સુધીમાં ૧૧૭,૬૩,૭૩,૪૯૯ લોકોનું રસીકરણ થયું છે. જેમાંથી ૭૧,૯૨,૧૫૪ ડોઝ ગઈકાલે આપવામાં આવ્યા હતા. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના જણાવ્યા મુજબ દેશમાં અત્યાર સુધીમાં ૬૩,૩૪,૮૯,૪૩૯ સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ગઈકાલે ૯,૬૪,૯૮૦ સેમ્પલ ટેસ્ટ કરાયા હતા.