વિજ્ઞાનનગરી દ્વારા ઉનાળાની રજાઓ સમયનો ઉપયોગ કરી ગણિત-વિજ્ઞાનની પ્રવૃત્તિનો આયોજન કરેલ છે. જેમાં અનોખો આનંદ વિજ્ઞાન, રમતા-રમતા શીખીએ, બાળવૈજ્ઞાનિક, ઈલેક્ટ્રોનિક્સ, સ્ટેમ વર્કશોપ, કમ્પ્યુટર-લેંગ્વેજ, મોબાઈલ એપ્લીકેશનનો સમાવેશ થાય છે. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ દરરોજ નવા નવા મોડેલ્સ બનાવી વિજ્ઞાન-ગણિતના એકમોને અનોખી અને રસપ્રદ રીતે શીખે છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓને ઉનાળામાં ધ્યાનમાં રાખી પાણી અને પોષણ, સાયન્સ અને આર્ટસના સંબંધનું મહત્વ, ઈન્ડસ્ટ્રીયલ મુલાકાત વગેરે જેવી અનેક પ્રવૃત્તિઓનો સમાવેશ કરવામાં આવે છે. આજના જમાનામાં કમ્પ્યુટર અને ઈન્ટરનેટ શીખવવા મહિલાઓ માટે ખાસ કાર્યક્રમનું આયોજન સાંજે પ થી ૬ દરમ્યાન કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક અભિગમ કેળવવા માટે દરરોજ સાંજે પ થી ૬ દરમ્યાન નવી નવી રસપ્રદ એજ્યુકેશનલ મુવી બતાવવામાં આવે છે. આ કાર્યક્રમની નવી બેંચ ટુંક સમયમાં શરૂ કરવામાં આવશે.