સાઉથના ફિલ્મનું શુટીંગ ક્રેસેન્ટ સર્કલમાં થતા લોકોના ટોળા ઉમટ્યા

127

હાલમાં સાઉથના ફિલ્મોની બોલબાલા વધી છે અને સાઉથના કલાકારોની હિન્દી ફિલ્મો પણ હીટ જઇ રહી છે ત્યારે છેલ્લા બે દિવસથી સાઉથની એક ફિલ્મનું શુટીંગ ભાવનગરમાં થઇ રહ્યું છે. સાઉથના હીરો સાંઇ શ્રીનિવાસ સહિત કલાકારોના કાફલા સાથેના યુનિટે આજે શહેરના એ.વી. સ્કૂલ મેદાન, ક્રેસન્ટ સહિતના વિસ્તારોમાં ફિલ્મના કેટલાક શોટ્‌સ લીધા હતાં. આ ટીમે ગઇકાલે અલંગ ખાતે પણ ફિલ્મનું શુટીંગ કર્યું હતું. વર્ષો બાદ ભાવનગરમાં સાઉથની ફિલ્મના કલાકારો સાથેનું શુટીંગ થતું હોય લોકોના ટોળે ટોળા શુટીંગ જોવા ઉમટી પડ્યા હતાં જેના કારણે ક્રેસન્ટ રોડ પર ટ્રાફીક જામના દ્રશ્યો સર્જાયા હતાં.

Previous articleમિલ્કત મામલે પુત્રવધૂની હત્યા કરનાર સસરો પોલીસ હિરાસતમાં
Next articleપ્રથમ દિવસે મુમુક્ષુઓમાં માતા પિતાનું બહુમાન અને બીજા દિવસે ભવ્ય વિદાય સમારોહ યોજાયો