શહેરના કુંભારવાડા માઢીયા રોડ પર આવેલ અલંગના ડેલામાં થતી તોડ ભાંગમાંથી નિકળતો વેસ્ટ કચરો ખાસ વિસ્તારમાં ઠલવવામાં આવે છે. જેમાં આજે સવારના સમયે કચરાના ઢગલામાં વેસ્ટ પડેલા લબ્બરના જથ્થામાં આગનો બનાવ બનતા તેના ધુમાડાના ગોટેગોટા દુર-દુર સુધી જોવા મળ્યા હતા. પ્રદુષિત ધુમાડાના કારણે સ્થાનિકો ત્રાહિમામ પોકારી ગયા હતા. બનાવ અંગેની જાણ ફાયરબ્રિગેડને કરાતા ફાયર ફાઈટર બનાવસ્થળે દોડી જઈ એક ગાડી પાણીનો છટકાવ કરી આગને બુજાવી લોકોએ પ્રદુષિત ધુમાડાના ત્રાસથી છુટકારો અપાવ્યો હતો. તંત્ર દ્વારા અલંગના ડેલા ધરાવનાર માલિકો પર કાર્યવાહી કરવા લોકમાંગ ઉઠી છે.



















