માંગરોળના શ્રેષ્ઠ મહિલા શિક્ષિકા ઉષાબેન પીઠડીયાનો આજે જન્મ દિવસ

16

જુનાગઢ જીલ્લાના માંગરોળ ના શ્રેષ્ઠ મહિલા શિક્ષિકા તેવા ઉષાબેન પીઠડીયા નો આજે જન્મ દિવસ છે. ઉષાબેન પીઠડીયા માંગરોળ માં છેલ્લા ૧૫ વષૅથી શિક્ષક તરીકે યુ.એમ.કે પ્રાથમિક શાળામાં તથા ૧૦ વષૅ પ્રિન્સિપાલ તરિકે સુજતન શાળામાં બાલમંદિમાં બાળકોને પુરા મનથી ભણાવેલ હતું.માંગરોળ ના બાહરકોટ અને તેની આસપાસના પ્રાથમિક માધ્યમિક બાળકોને ૨૫ વષૅથી ટયુશન પણ કરાવતા હતા. તેમના હાથ નીચે ભણેલા માંગરોળ ઘણા વિદ્યાર્થીઓને અનેક જગ્યા નોકરી પણ મળિ છે. એક શિક્ષક તરીકે શિ – શિસ્ત, ક્ષ – ક્ષમા, ક – કરુણા ના સૂત્રને સાર્થક નિવડે તે રીતે બાળકોને શાળાકીયા વિવઘ પ્રવૃતિમાં બાળકોને ભાગ લેવડાવી તેમનો આત્મ વિશ્વાસ વઘારતા . અનેક ગરીબ બાળકોને ફી લીઘા વગર ટયુશન પણ આપતા. માંગરોળમાં ગણેશ ઉત્સવ, નવરાત્રી તથા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં સારા નિર્ણાયક ની ભુમિકા પણ ભજવતા. માંગરોળ રાજકિય ક્ષેત્રે ભારતીય જનતા પાર્ટીના છેલ્લા ૩૩ વષૅ થી માંગરોળ શહેર મહામંત્રી, મંત્રી ,પ્રમુખ, ઉપપ્રમુખ તરીકે પણ ભુમિકા ભજવેલી. ઉષાબેન પીઠડીયા ઘરમા હાઉષ વાઈફ તરીકે ઘર બહાર શ્રેષ્ઠ શિક્ષક તરીકે બેવળી ભૂમિકા ભજવી મહિલા સશક્તિકરણનું ઉતમ ઉદાહરણ પૂરું પાડે છે. ટયુશન તથા શાળાના પગાર માંથી ઉષાબેનએ પોતાના બંને સંતાન પુત્રી દિપ્તી અને પુત્ર ડો સચિનને ભણવાની ફી ભરતા. આજે પુત્રી સરકારી શાળામાં શિક્ષિકા છે અને પુત્ર સરકારી કોલેજ આસિસ્ટન્ટ પ્રોફેસર વર્ગ બે જી.પી.એસ.સી પરીક્ષા ઉતિણ કરી છે. આ તકે તેમના પતિ જયંતિલાલ પીઠડીયા તથા પરિવારના સભ્યો ,માંગરોળ ભારતીય જનતા પાર્ટી, શિક્ષણ વગૅ અને સમગ્ર માંગરોળ માંથી તેમના જન્મ દિવસ ની હાર્દિક શુભકામના પાઠવે છે. શુભકામના પાઠવતા માટે ૯૯૨૪૧૭૧૭૯૧