ગાંધીનગર ખાતે પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીના પત્નિની અંત્યેષ્ઠિ : અનેક આગેવાનોની શ્રધ્ધાંજલિ

1062
gandhi2582017-4.jpg

પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીના પત્નિ અને કોંગ્રેસના પ્રમુખ ભરતસિંહ સોલંકીના માતા વિમળા બાની અંત્યેષ્ઠી ગાંધીનગર સેકટર – ૩૦ માં આવેલા અંતિમધામમાં કરવામાં આવી હતી. આજે સવારે નીકળેલી સ્મશાન યાત્રામાં ગાંધીનગર તેમજ રાજયના અનેક કોંગ્રેસીઓ અને મહાનુભાવો હાજર રહ્યા હતા. આ પ્રસંગે કોંગ્રેસ તેમજ સમાજના આગેવાન નાગરિકોએ હાજર રહી તેમને શ્રધ્ધાંજલી આપી હતી.