જવાદ વાવાઝોડાને લીધે બે દિવસમાં ૧૦૦ ટ્રેન રદ કરાઈ

12

બંગાળની ખાડીમાં સર્જાયેલુ વાવાઝોડુ જવાદ આંધ્રપ્રદેશ અને ઓરિસ્સાના કિનારા તરફ આગળ વધી રહ્યુ છે.જેના પગલે આ રેલવે દ્વારા ૩ અ્‌ને ચાર ડિસેમ્બરના રોજ ૧૦૦ ટ્રેનોને કેન્સલ કરવામાં આવી છે. રેલવેએ કહ્યુ છે કે, મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં લઈને ઉપરોક્ત નિર્ણય લેવામાં આવ્યો છે.દરમિયાન હવામાન વિભાગે આ વાવાઝોડાને લઈને દેશભરમાં એલર્ટ જાહેર કર્યુ છે.આગાહી પ્રમાણે આ વાવાઝોડુ શનિવારે સવારે આંધ્ર પ્રદેશ અને ઓરિસ્સાના દરિયા કિનારા પર ટકરાઈ શકે છે.જેના પગલે બંને રાજ્યોમાં ભારે વરસાદની અને પૂરની આગાહી પણ કરવામાં આવી છે. દરમિયાન વાવાઝોડાને ધ્યાનમા રાખીને આંધ્ર પ્રદેશ અને ઓરિસ્સાની સરકારોએ પણ તૈયારીઓ શરુ કરી છે.જેના ભાગરુપે ફાયર બ્રિગેડ એનડીઆરએફ અને રાજ્યની ડિઝાસ્ટર મેનેજમેન્ટની ૨૬૬ ટીમોને તૈનાત કરવામાં આવી છે.