ભાવનગર હેરીટેજ બાર્ટન લાઇબ્રેરીનાં 143માં સ્થાપના દિને ‘પુસ્તક યાત્રાનું ભવ્ય આયોજન’

35

બાર્ટન લાઇબ્રેરીમાં 70000થી વધુ પુસ્તકો સાથે 600 જેટલા મેમ્બરો
ભાવનગર હેરીટેજ બાર્ટન લાઇબ્રેરીનાં 143માં સ્થાપના દિન નિમિતે પુસ્તક યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આગામી તા.30-12-2021 ને ગુરૂવાર સવારે 9:00 કલાકે “પુસ્તક યાત્રા” નું આયોજન કરેલ છે. આ યાત્રા ગાંધી સ્મૃતિ, ક્રેસંટ સર્કલ થી શરૂ કરી હલુરીયાચોક થી બાર્ટન લાઇબ્રેરી દિવાનપરા રોડ ખાતે પુર્ણ થશે. સામાન્ય રીતે પુસ્તકોનું ઘર એટલે લાઇબ્રેરી. આ ઘરમાં પ્રવેશ કરીને માનવનું સંપૂર્ણ અજ્ઞાન સમાપ્ત થઇ જાય છે. પુસ્તકાલય જ્ઞાનનું પવિત્ર મંદિર છે. તે અમુલ્ય ધરોહર છે, પુસ્તકાલય દુનિયાને જોડવાનો જાદુઇ દરવાજો છે, પુસ્તક મિત્ર છે, આપણા એકાંતનું પુસ્તક વડિલ છે, સંસ્કારનું પુસ્તક ભવિષ્ય છે. ત્યારે ભાવનગર રાજવી પરિવારની દિર્ઘદ્રષ્ટી જ અમુલ્ય ભેટ એટલે હેરીટેજ બાર્ટન લાઇબ્રેરી. જેમાં 70000 થી વધુ પુસ્તકો સાથે 600 જેટલા મેમ્બરો સાથે આ લાઇબ્રેરી કાર્યરત છે.
આ પુસ્તક યાત્રામાં ભાજપ શહેર અધ્યક્ષ, રાજીવભાઇ પંડ્યા, ડો.ગીરીશભાઇ પટેલ, પ્રો.મહેન્દ્રસિંહ પરમાર, પરેશભાઇ ત્રિવેદી, યોગેશભાઇ બદાણી, અરૂણભાઇ પટેલ, ડી.બી.ચુડાસમા, શિશિરભાઇ ત્રિવેદી, રવિભાઇ પરમાર તેમજ બાર્ટન લાઇબ્રેરીનો વિશાળ વાંચક વર્ગ સાથે મેમ્બરો અને પુસ્તક પ્રેમીઓ જોડાશે. એમ કહેવાય છે, એક પુસ્તક સો મિત્રોની ગરજ સારે છે. આ કહેવતને સાર્થક કરવા મિત્ર ભાવે મળીએ તેવો બાર્ટન લાઇબ્રેરી પરિવાર અનુરોધ કરે છે.