બે ડિગ્રી સાથે સૌરાષ્ટ્રનો હિમાલય બનતો ગિરનાર

125

જૂનાગઢ ૭, અમદાવાદ ૯.૧, રાજકોટ ૯.૭ ડિગ્રી સહિત રાજ્યના ૯ શહેરમાં તાપમાનનો પારો ૧૦ ડિગ્રીથી નીચેઃ લોકો ઉત્તરાયણના બે દિવસ બરાબર ઠૂંઠવાશે
રાજ્યમાં છેલ્લા બે દિવસથી કોલ્ડવેવ જેવી સ્થિતિ સર્જાવા પામી છે. સતત તાપમાનનો પારો નીચે જઇ રહ્યો છે. આજે તો જાણે કે સૌરાષ્ટ્રનો હિમાલય ગિરનાર બની ગયો હોય એમ તાપમાન ૨ ડિગ્રીએ પહોંચી ગયું હતું. તેમજ રાજ્યના મોટાભાગના શહેરોમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે. ૧૦થી વધુ શહેરોમાં લઘુતમ તાપમાન સિંગલ ડિજિટમાં આવી ગયું છે. કાતીલ ઠંડીથી સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં જનજીવનને અસર પહોંચી છે.’ શિયાળો ખરેખરો જામ્યો હોય તેવો અનુભવ ગુજરાતીઓને થઈ રહ્યો છે. રાજ્યના અનેક શહેરમાં તાપમાનનો પારો ગગડયો છે. હવામાન ખાતાએ આગામી બે દિવસ રાજ્યભરમાં શીત લહેરની આગાહી કરી છે. હવે ઉત્તરાયણના આડે પણ આંગળીના વેઢે ગણી શકાય એટલા જ દિવસો બાકી રહ્યાં છે. ત્યારે ઉત્તરાયણના બે દિવસમાં ગુજરાતીઓ બરાબરના ઠૂંઠવાશે. કાતિલ ઠંડીના કારણે લોકોને સવારના સમયે પતંગ ચગાવવાની મજા નહીં આવે. જેવી ઉત્તરાયણ પૂરી થશે એટલે ફરીવાર ૧૬થી ૧૮ જાન્યુઆરી સુધી માવઠાની આગાહી કરવામાં આવી છે.’ ઉત્તર ભારતમાં તાપમાન ગગડતાં તેની અસર મેદાની પ્રદેશો બાદ છેક ગુજરાત સુધી અનુભવાઈ રહી છે. ગુજરાતમાં સુસવાટા મારતા ઠંડા પવન વહી રહ્યા છે. અમદાવાદ સહિત રાજ્યના ૯ શહેરમાં લઘુતમ તાપમાનનો પારો ૧૦ ડિગ્રીથી નીચે નોંધાયો હતો. ૬.૮ ડિગ્રી સાથે નલિયા ઠંડુંગાર રહ્યું હતું. જ્યારે જૂનાગઢ અને ગાંધીનગરમાં ૭, અમદાવાદમાં ૯.૧ ડિગ્રી, રાજકોટમાં ૯.૭ ડિગ્રી તાપમાનનો પારો નોંધાયો હતો. ઉપરાંત ડીસામાં ૮ ડિગ્રી, નલિયામાં ૧૧ ડિગ્રી, અમરેલીમાં ૧૧ ડિગ્રી, વડોદરામાં ૧૧ ડિગ્રી, જૂનાગઢમાં ૧૦ ડિગ્રી, પાટણમાં ૮ ડિગ્રી, ભાવનગરમાં ૧૩ ડિગ્રી, દીવમાં ૧૬ ડિગ્રી અને પોરબંદરમાં ૧૪ ડિગ્રી તાપમાન નોંધાયું છે. આજે આખો દિવસ પવનના સૂસવાટા સાથે ઠંડીની કાતિલતામાં વધારો અનુભવાયો હતો.’ હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ માટે કચ્છ અને ઉત્તર ગુજરાતમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સોરઠમાં મૌસમનૌ સૌથી ઠંડો દિવસ નોંધાયા છે. આજે તાપમાન ૭ ડિગ્રીએ પહોંચતા કોલ્ડવેવ સર્જાયો છે. જૂનાગઠમાં કાતિલ ઠંડીથી જનજીવન થરથરી રહ્યું છે. તિવ્ર ઠંડીથી બચવા લોકો ગરમ વત્રો થતા તાપણાના સહારે આવી ગયા છે.