રાણપુરમાંથી મળી આવેલ શિશુ(બાળકી)ને પરત મેળવવા વાલી ૬૦ દિવસમાં દાવો કરી શકશે

81

બોટાદ જિલ્લા બાળ સુરક્ષા અધિકારી ની એક અખબારી યાદીમાં જણાવ્યા મુજબ બોટાદ જિલ્લાના રાણપુર ખાતેથી ત્યજાયેલ બાળકી મળી આવેલ હોય જે અંગે ત્યજી દીધેલ બાળકના કિસ્સામાં માતા-પિતા અથવા કાનૂની વાલી દ્વારા બાળકને પરત માંગવા માટે દિન-૬૦ માં દાવો કરી શકશે. ત્યારબાદ જુવેનાઈલ જસ્ટિસ એકટ-૨૦૧૫ ની કલમ – ૩૮ મુજબ બાળકની નિયમોનુસાર આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે જેની નોંધ લેવા વધુમાં જણાવવામાં આવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રાણપુર ખાતેથી મળી આવેલ બાળકીનું નામ પોલીસ અધિક્ષક દ્વારા ખુશી રાખવામાં આવેલ છે, તારીખ.૧૬/૧/૨૦૨૨ ના રોજ બાળકી બોટાદ જિલ્લાના રાણપુર સ્થિત કબ્રસ્તાનની દિવાલ, ભાદર નદી સામે, રાણપુર ખાતેથી મળી આવેલ છે. તાપીબાઈ આર. ગાંધી વિકાસ ગૃહ (શિશુ ગૃહ), ચિતરંજન ચોક, વિદ્યાનગર, ભાવનગર સંસ્થા ખાતે હાલ ઉપલબ્ધ છે, સંસ્થાના અધિક્ષક નો સંપર્ક નંબર.૦૨૭૮-૨૪૨૫૦૩૮ તથા બોટાદ જિલ્લા બાળ સુરક્ષા એકમનો સંપર્ક નંબર.૦૨૮૪૯-૨૭૧૩૨૨ છે જેની વધારે માહિતી માટે સંપર્ક કરવા વધુમાં જણાવાયું છે.
તસવીર-વિપુલ લુહાર,રાણપુર