રાણપુર PSI તરીકે યુવા અને કડક અધિકારીની છાપ ધરાવતા એસ.એચ.ભટ્ટ મુકાયા

14226

રાણપુર તાલુકામાં કાયદો અને વ્યવસ્થાની કામગીરી કોઈની શેહશરમ રાખ્યા વગર કડક હાથે કરવામાં આવશે:એસ.એચ.ભટ્ટ
બોટાદ જીલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા દ્વારા રાણપુર પોલીસ સ્ટેશનના PSI જી.ડી.કાલીયાની બોટાદ વિભાગીય પોલીસ અધિક્ષકની કચેરી ખાતે બદલી કરવામાં આવી.જ્યારે તેઓની જગ્યા એ રાણપુર પોલીસ સ્ટેશનના નવા PSI તરીકે યુવા,બાહોશ અને કડક અધિકારી તરીકેની છાપ ધરાવતા એસ.એચ.ભટ્ટ ને મુકવામાં આવ્યા.PSI એસ.એચ.ભટ્ટ એ રાણપુર પોલીસ સ્ટેશનનો ચાર્જ સંભાળતા જ અસામાજીક તત્વો તેમજ ગેરકાયદેસર પ્રવૃતી કરતા લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.જ્યારે રાણપુર પોલીસ સ્ટેશનના PSI તરીકે એસ.એચ.ભટ્ટ એ ચાર્જ સંભાળતા જણાવ્યુ હતુ કે રાણપુર તાલુકામાં કાયદો અને વ્યવસ્થાની કામગીરી કડક હાથે કરવામાં આવશે.તેમજ રાણપુર શહેરમાં દારૂ,જુગાર,સ્કુલ આસપાસ રોમીયોગીરી,રોડ ઉપર ટ્રાફીક,આડેધડ વાહન પાર્ક કરવા રોડ ઉપર દબાણ કરવા સહીતની ગેરકાયદેસર પ્રવૃતી ડામવા કોઈપણ ની શેહ શરમ રાખ્યા વગર કડક હાથે કામગીરી કરવામાં આવશે.તેમજ રાણપુર તાલુકામાં કોઈપણ લોકોને પોલીસ ની હેલ્પની જરૂર હોય તો તરત રાણપુર પોલીસ સ્ટેશનનો સંપર્ક કરે.રાણપુર તાલુકામાં આગામી દિવસો માં ગેરકાયદેસર પ્રવૃતી ચલાવતા લોકો સામે કાયદેસર કાર્યવાહી કરી રાણપુર તાલુકામાં કાયદો વ્યવસ્થા ની કામગીરી કડક હાથે કરવામાં આવશે.
તસવીર-વિપુલ લુહાર,રાણપુર,

Previous articleકર્ણાટકમાં શાળા અને કોલેજ ત્રણ દિવસ બંધ રાખવા નિર્ણય
Next articleરાણપુર ગ્રામ પંચાયત દ્વારા સ્મશાન આજુબાજુ કચરો ઠાલવવામાં આવતા ગંદકીના ઢગલા થયા