રાણપુર ગ્રામ પંચાયત દ્વારા સ્મશાન આજુબાજુ કચરો ઠાલવવામાં આવતા ગંદકીના ઢગલા થયા

84

સ્મશાનમાં અંતિમવિધી માટે આવતા લોકો ગંદકીની દુર્ગંધ થી પરેશાન,કચરો નાખવાનુ બંધ કરી કચરાના ઢગલા હટાવવા માંગ.
બોટાદ જીલ્લા રાણપુર શહેરમાં ભાદર નદીને કાંઠે આવેલ સ્મશાન આસપાસ ગ્રામ પંચાયત દ્વારા કચરો ઠાલવવામાં આવતા સ્મશાન આજુબાજુ ગંદકી ના ઢગલા થયા છે.છેલ્લા કેટલાક સમયથી સ્મશાન માં સેવાભાવી યુવાનો દ્વારા રાણપુરના સ્મશાન ને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે રાત-દિવસ મહેનત કરી રહ્યા છે ત્યારે રાણપુર ગ્રામ પંચાયત દ્વારા સ્મશાનની આસપાસ ગામનો એકઠો કરેલો દુર્ગધ મારતો કચરો ઠાલવી રહ્યા છે.સ્મશાન આસપાસ દુર્ગધ મારતા ગંદકીના કચરાના ઢગલા ને લઈને સ્મશાનમાં અંતિમવિધી કરવા આવતા લોકો ને આ દુર્ગંધ નો સામનો કરવો પડે છે અને સ્મશાન આસપાસ ગંદકી ના ઢગલા થયા છે ત્યારે રાણપુર ગ્રામ પંચાયત દ્વારા સ્મશાન આજુબાજુ કચરો નાખવાનું બંધ કરી તાત્કાલિક ગંદકી ના ઢગલા હટાવી હાલ જે સેવાભાવી યુવકો સ્મશાન ને સ્વચ્છ અને સુંદર બનાવવાના પ્રયાસ માં સહકાર આપે તેવી લોકો માંગ ઉઠી છે….
તસવીર-વિપુલ લુહાર,રાણપુર

Previous articleરાણપુર PSI તરીકે યુવા અને કડક અધિકારીની છાપ ધરાવતા એસ.એચ.ભટ્ટ મુકાયા
Next articleગૃહમંત્રી હર્ષ સંઘવીના વરદ હસ્તે બોટાદ એસ.પી.હર્ષદ મહેતાની પ્રેરણાથી યુવા લેખક હર્ષ ઠાકર દ્વારા લખાયેલ ”અહર્નિશમ્” પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું