જુનાગઢથી સોનુ-ચાંદી તથા રોકડ પૈસા લઈને ભાગેલ ઈસમને રાણપુર પોલીસે નાકાબંધી કરી પાટણા પાસેથી ઝડપી લીધો..

171

બોટાદ જીલ્લા પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા તથા બોટાદ વિભાગીય પોલીસ અધિક્ષક એસ.કે. ત્રિવેદી તથા એલ.સી.બી-પી.આઇ. એ.બી. દેવધા એ સુચના આપેલ કે જુનાગઢ થી એક ઇસમ સોનુ-ચાંદી તથા રોકડ પૈસા લઇ ભાગેલ છે અને હાલ રાણપુર વિસ્તારમાંથી પસાર થતો હોય જે અશોક લે-લેન્ડ ગાડી રજી. નં. GJ 06 AT 2743 ની હોય તરત જ રાણપુર પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ.-એસ.એચ.ભટ્ટ દ્વારા અલગ અલગ ટીમો બનાવી રોડ ઉપર નાકાબંધી કરી ફિલ્મી ઢબે પીછો કરી આરોપીને રાણપુર ધંધુકા હાઇ.વે રોડ પર પાટણા ગામેથી ઝડપી લઈ જે આરોપીનુ નામ ઠામ પુછતા પોતે પોતાનુ નામ તારક નગેદ્રભાઇ કોડીયા રહે. જુનાગઢ મુળ રહે.પચ્છિમ બંગાળ વાળો હોવાનુ જણાવેલ ત્યાર બાદ રાણપુર પોલીસ સ્ટેશન લાવી ઝડતી તપાસ કરતા તેના કબ્જામાથી કુલ ૮૮, ૫૦૦/- રોકડ તથા આશરે સાડા ચારથી પાંચ તોલા સોનુ મળી આવેલ છે.જ્યારે આગળની વધુ કાર્યવાહી માટે જુનાગઢની પોલીસને સોપવામાં આવેલ છે..
તસવીર-વિપુલ લુહાર,રાણપુર

Previous articleગાયક-સંગીતકાર બપ્પી લહેરીનું ૬૯ વર્ષની વયે નિધન
Next articleઆંગણવાડીમાં બાળકોનો કિલકીલાટ શરૂ