તક્ષશીલા એજ્યુકેશનલ ઇન્સ્ટીટયુટ ખાતે સાપ્તાહિક દિવસોની ઉજવણી કરાઈ

81

તક્ષશીલા એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ કાળીયાબીડ ખાતે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ નું કામ સતત કરવામાં આવે છે. વિદ્યાર્થીઓને ગમ્મત સાથે જ્ઞાન મળે તેવા હેતુથી આગામી સપ્તાહમાં વિવિધ દિવસોનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંતર્ગત વિધાર્થીઓ પોતાની સંસ્કૃતિ પ્રત્યે લગાવ વધે તે માટે તા. 2જી માર્ચ લનાં રોજ ટ્રેડિશનલ ડે તથા વ્યવસાયિક દેખાવ પ્રત્યે સમજણ કેળવાય તેવા હેતુથી

તા.3 માર્ચ નાં રોજ પ્રોફેશનલ ડે નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સંસ્થા ના બી.કોમ અને બી.એસસી. અભ્યાસક્રમ ના દરેક વિદ્યાર્થીઓ એ ખૂબ જ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો. આ સપ્તાહના આગામી દિવસોમાં અન્ય દિવસોની ઉજવણીનું પણ આયોજન કરવામાં આવેલ છે. આ પ્રસંગે તક્ષશીલા એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટના ટ્રસ્ટી મૌલિક પાઠક, આચાર્ય તથા શિક્ષકગણ એ ભારે જહેમત ઉઠાવી હતી.

Previous articleએલ.પી.કાકડીયા વિધાભવન-નવાગામ(ગા.)માં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ઉજવણી કરાઈ
Next articleસાળંગપુરના કષ્ટભંજનદેવ મંદિર ખાતે હનુમાન દાદાને ફળોનો દિવ્ય શણગાર, ફળોનો અન્નકૂટ પણ ધરાવાયો