સાળંગપુરના કષ્ટભંજનદેવ મંદિર ખાતે હનુમાન દાદાને ફળોનો દિવ્ય શણગાર, ફળોનો અન્નકૂટ પણ ધરાવાયો

327

મંદિરના પટાંગણમાં મારૂતિયજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું
બોટાદ જિલ્લામાં આવેલા વિશ્વ વિખ્યાત અને આસ્થાના પ્રતિક એવા સાળંગપુર ધામ ખાતે કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને આજે શનિવાર નિમિત્તે ફળોના અન્નકૂટનો શણગાર કરવામાં આવ્યો હતો. ઉપરાંત દાદાને અનાનસ, સફરજન, કેળા, દ્રાક્ષ, કેરી, દાડમ, જામફળ વગેરેનો અન્નકૂટ ધરાવાયો હતો. ઉલ્લેખનીય છે કે મંદિરના પટાંગણમાં મારૂતિયજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજને આજે શનિવારના પવિત્ર દિવસ નિમિત્તે તા. 6 માર્ચના રોજ સ્વામી હરિપ્રકાશદાસજી(અથાણાવાળા)ની પ્રેરણાથી તથા કોઠારી વિવેકસાગરદાસ સ્વામીના માર્ગદર્શનથી કષ્ટભંજનદેવને દિવ્ય વાઘા ધરાવી ફળો-ફુલનો દિવ્ય શણગાર તેમજ ફળના અન્નકૂટનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મંગળા આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી તથા શણગાર કોઠારી વિવેકસાગરદાસ સ્વામી દ્વારા કરવામાં આવ્યો હતો. કષ્ટભંજનદેવ દાદાને અનાનસ, સફરજન, કેળા, દ્રાક્ષ, કેરી, દાડમ, જામફળ વગેરે પ્રકારના ફળોનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. સાથોસાથ મંદિરના પટાંગણમાં મારૂતિયજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજને અનાનસ, સફરજન, કેળા, દ્રાક્ષ, કેરી, દાડમ, જામફળ વિગેરે વિવિધ પ્રકારના ફળનો ભવ્ય અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. તેમજ મંદિરના પટાંગણમાં આજે મારૂતિયજ્ઞનું પણ આયોજન કરવામા આવ્યું છે. દાદાના શણગારના ભાવિકોએ રૂબરૂ દર્શન કરી ધન્યતા અનુભવી હતી. તેમજ દેશ-વિદેશમાં વસતા હરિભક્તોએ હનુમાનજીદાદાના શણગારના ઓનલાઈન દર્શનનો લાભ લીધો હતો.

Previous articleતક્ષશીલા એજ્યુકેશનલ ઇન્સ્ટીટયુટ ખાતે સાપ્તાહિક દિવસોની ઉજવણી કરાઈ
Next articleપાલિતાણામાં વસ્ત્ર દાન સાથે વ્યસનમુક્તિ અંગેનો કાર્યક્રમ યોજાયો