યુપીના મુખ્યમંત્રી ઓફિસનું ટ્‌વીટર એકાઉન્ટ હેક કરાયું

69

ઉત્તર પ્રદેશ સીએમઓ એકાઉન્ટ પર એક કાર્ટૂનિસ્ટ તસવીરનો પ્રોફાઈલ પિક્ચરના રૂપમાં ઉપયોગ કર્યો હતો
લખનૌ, તા.૯
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી ઓફિસ (સીએમઓ)નું ટ્‌વીટર એકાઉન્ટ શનિવારે હેક કરી લેવામાં આવ્યું હતું. યુપીના સીએમઓ(જ્રઝ્રર્સ્ંકકૈષ્ઠીેંઁ)ના ટ્‌વીટર એકાઉન્ટ પર હાલમાં ૪૦ લાખ ફોલોઅર્સ છે. આ ઉલ્લંઘન ત્યારે સામે આવ્યું જ્યારે અજાણ્યા હેકર્સે યુપી સીએમઓ ટિ્‌વટર હેન્ડલનો ઉપયોગ કરીને “ટ્‌વીટર પર તમારું બીએવાયસી/ એમએવાયસી એનિમેટેડ કેવી રીતે ચાલુ કરવું” નામના એક ટ્યુટોરિયલના આધાર પર એક પોસ્ટ પબ્લિશ કરી હતી. આ ઉપરાંત યુપી સીએમઓ એકાઉન્ટ પર એક કાર્ટૂનિસ્ટ તસવીરનો પ્રોફાઈલ પિક્ચરના રૂપમાં ઉપયોગ કર્યો હતો. અજાણ્યા હેકર્સે યુપી સીએમઓ એકાઉન્ટ પર કેટલીક રેન્ડમ ટ્‌વીટ્‌સનો એક થ્રેડ પણ પોસ્ટ કરી હતી. જોકે, હાલમાં યુપી સીએમઓ એકાઉન્ટને રિસ્ટોર કરી દેવામાં આવ્યું છે. માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે લોકસભામાં જણાવ્યું હતું કે, છેલ્લા પાંચ વર્ષમાં કેન્દ્ર સરકારના ૬૦૦થી વધુ સોશિયલ મીડિયા એકાઉન્ટ હેક કરવામાં આવ્યા છે. સરકારના ટ્‌વીટર હેન્ડલ અને ઈમેલ એકાઉન્ટસના હેકિંગ સબંધિત એક સવાલનો જવાબ આપતા તેમણે જણાવ્યું કે, ૨૦૧૭થી અત્યાર સુધીમાં ૬૪૧ એકાઉન્ટ હેક થઈ ચૂક્યા છે.

Previous articleફાસ્ટટેગ ટોલની માર્ચની વસૂલાત ૪૦૦૦ કરોડ થઈ
Next articleમુંબઈમાં પેટ્રોલની કિંમત રૂા.૧૨૦ને પાર પહોંચી