શિખર ધવન ટી ૨૦માં ૧ હજાર ચોગ્ગા ફટકારનાર પ્રથમ ભારતીય બેટ્‌સમેન બન્યો

49

નવીદિલ્હી,તા.૦૯
આઇપીએલ ૨૦૨૨ ખૂબ જ શાનદાર અંદાજમાં રમાઇ રહી છે. આઇપીએલ ૨૦૨૨ ની ૧૬મી મેચમાં ગુજરાત ટાઇન્સે પંજાબ કિંગ્સને રોમાંચક મુકાબલામાં ૬ વિકેટથી હરાવ્યું. પંજાબ કિંગ્સના ધાકડ ઓપનર શિખર ધવને ટી૨૦ ક્રિકેટમાં ઇતિહાસ રચી દિધો છે. પંજાબ કિંગ્સના વિરૂદ્ધ ગુજરાત ટાઇટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ પહેલાં બોલીંગ કરવાનો નિર્ણય કર્યો. મેચમાં શિખર ધવને ૩૦ મેચોમાં ૩૫ રન બનાવ્યા, જેમાં ચાર ચોગ્ગા સામેલ હતા. આ મેચમાં શિખર ધવને એક ખાસ રેકોર્ડ પોતાના નામે કરી દીધો. શિખર ધવને ટી૨૦ ક્રિકેટમાં એક હજાર ચોગ્ગા ફટકારનાર પ્રથમ ભારતીય બેટ્‌સમેન બની ગયા છે. તો બીજી તરફ દુનિયામાં આમ કરનાર તે પાંચમા બેટ્‌સમેન છે. શિખર ધવને પોતાની ધમાકેદાર બેટીંગ માટે ફેમસ છે. તે જ્યારે પોતાના લયમાં હોય છે તો કોઇપણ બોલરના છોતરા કાઢી નાખે છે. તે આઇપીએલના ઇતિહાસમાં સૌથી વધુ રન બનાવવાના મામલે બીજા નંબર પર છે. ધવને આઇપીએલની ૧૯૬ મેચોમાં ૫૯૧૧ રન બનાવ્યા છે, જેમાં બે સદી પણ સામેલ છે. આઇપીએલ મેગા ઓક્શન બાદ શિખર ધવનને પંજાબ કિંગ્સે પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. ધવન ટીમ ઇન્ડીયામાંથી બહાર છે. એવામાં આઇપીએલમાં સારું પ્રદર્શન કરીને ટીમ ઇન્ડીયામાં વાપસી કરવા માંગે છે. આઇપીએલ ૨૦૨૨ ની ચાર મેચોમાં પંજાબ કિંગ્સને બેમાં હાર અને બેમાંન જીત મળી છે. ગુજરાત વિરૂદ્ધ લિયામ લિવિંગસ્ટોને શાનદાર ૬૪ રનની ઇનિંગ રમી હતી. આ ઉપરાંત જિતેશ શર્માએ ૨૩ રનનું યોગદાન આપ્યું. પંજાબ કિંગ્સએ ગુજરાત ટાઇટન્સ ટીમને જીતવા માટે ૧૯૦ રનનો ટાર્ગેટ આપ્યો, જેને ગુજરાત ટીમે અંતિમ ઓવરમાં રાહુલ તેવતિયા દ્રારા ફટકારવામાં આવેલી બે સિક્સરના દમ જીતી લીધી.