બંગાળના આસનસોલ પર શત્રુઘ્ન સિંહાનો વિજય, કોંગ્રેસનો કોલ્હાપુર બેઠક પર વિજય

38

બાલીગંજ વિધાનસભા બેઠક પર ટીએમસીના બાબુલ સુપ્રિયોએ મોટી જીત મેળવી, બિહારના બોચહાં વિધાનસભા બેઠક પર રાજદના અમર પાસવાન વિજયી
નવી દિલ્હી,તા.૧૬
દેશની એક લોકસભા અને ચાર વિધાનસભા બેઠક પર થયેલી પેટાચૂંટણીના રિઝલ્ટ આવી ગયા છે. બંગાળની આસનસોલ લોકસભા બેઠક પર ટીએમસીના શત્રુઘ્ન સિંહા જ્યારે બાલીગંજ વિધાનસભા બેઠક પર ટીએમસીના જ બાબુલ સુપ્રિયોએ મોટી જીત મેળવી છે. બિહારના બોચહાં વિધાનસભા બેઠક પર રાજદના અમર પાસવાન વિજયી થયા છે.મહારાષ્ટ્રની કોલ્હાપુર નોર્થ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર જયશ્રી જાધવે ભાજપના સત્યજીત કદમને લગભગ ૧૯,૦૦૦ મતોથી હરાવ્યા હતા. છત્તીસગઢ કે ખૈરાગઢ વિધાનસભા સીટ પર પણ કોંગ્રેસના ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે. ભાજપ ખાલી હાથે રહી.શત્રુઘ્ન સિન્હા આસનસોલ લોકસભા સીટ પર જીત્યા. તેમણે ભાજપના અગ્નિમિત્રા પોલને ૨ લાખ ૬૪ હજાર ૯૧૩ મતોથી હરાવ્યા. આ બેઠક ગયા વર્ષે બાબુલ સુપ્રિયોના રાજીનામા બાદ ખાલી થઈ હતી. સુપ્રિયો ભાજપ છોડીને ટીએમસીમાં જોડાયા.બાલીગંજ વિધાનસભા બેઠક પરથી બાબુલ સુપ્રિયોએ બીજેપીની કેયા ઘોષ અને માર્ક્‌સવાદી કમ્યુનિસ્ટ પાર્ટીની સાયરા શાહને હરાવ્યા.
આ બેઠક પર પૂર્વ ધારાસભ્ય અને રાજ્યના મંત્રી રહી ચુકેલા સુબ્રત મુખર્જીના નિધન બાદ ખાલી થઈ હતી. મહારાષ્ટ્રની કોલ્હાપુર ઉત્તર વિધાનસભા સીટ કોંગ્રેસે જીતી લીધી છે. કોંગ્રેસના જયશ્રી જાધવે ભાજપના સત્યજીત કદમને લગભગ ૧૯ હજાર મતોથી હરાવ્યા હતા. આ બેઠક પણ ડિસેમ્બર ૨૦૨૧માં કોવિડ-૧૯થી કોંગ્રેસ ધારાસભ્ય ચંદ્રકાંત જાધવના નિધન બાદથી ખાલી થઈ હતી. આ કારણે અહીં પેટાચૂંટણી થઈ. આ બેઠક પર ૧૫ ઉમેદવાર પોતાનુ નસીબ અજમાવી રહ્યા હતા.
બિહારના બોચહાં વિધાનસભા બેઠક પર રાજદના અમર પાસવાન વિજયી થયા. તેમણે ભાજપની બેબી કુમારીને ૩૬,૬૫૩ મતથી હરાવ્યા. આ બેઠક ધારાસભ્ય મુસાફિર પાસવાનના નિધન બાદ ખાલી થઈ હતી. આ બેઠક પર ૧૩ ઉમેદવારએ ચૂંટણી લડી હતી. જેમાં ત્રણ મહિલાઓ હતા.

Previous articleચીનના શાંઘાઈમાં એક દિવસમાં કોરોનાના ૨૩૦૦૦થી વધારે કેસ
Next articleસીબીએસઈના આગામી શૈક્ષણિક સત્રથી પરીક્ષા પ્રક્રિયામાં ફેરફાર કરવા નિર્ણય