ગ્રીષ્મા હત્યા કેસમાં ફેનિલને ફાંસીની સજા

38

સુરતના ચકચારી હત્યા કેસમાં સુરત કોર્ટનો ચુકાદો : ગ્રીષ્માને તેની સોસાયટી બહાર પાડોશીઓ અને લોકોની હાજરીમાં ચાકુ ગળા પર ફેરવીને હત્યા કરી નાખી હતી
સુરત, તા.૫
સુરતના ચકચારી ગ્રીષ્મા વેકરિયા હત્યા કેસના દોષિત ફેનિલ ગોયાણીને સુરતની કોર્ટે ફાંસીની સજા સંભળાવી છે. ૧૨ ફેબ્રુઆરીના દિવસે પાસોદરામાં ગ્રીષ્માને તેની સોસાયટીના બહાર પાડોશીઓ અને લોકોની હાજરીમાં ચાકુ ગળા પર ફેરવીને હત્યા કરી નાખી હતી. આ ઘટનામાં ગ્રીષ્માને બચાવવા માટે વચ્ચે પડેલા તેના ભાઈ અને કાકા પર પણ ફેનિલે જીવલેણ હુમલો કર્યો હતો. ૩૦૨ની કલમ હેઠળ ફેનિલ સામે ડે-ટુ-ડે સુનાવણી ચાલી હતી, અને ૨૧ એપ્રિલના રોજ ફેનિલને હત્યા કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યો હતો. અગાઉ ફેનિલની સજાની સુનાવણીની તારીખો પડી હતી પરંતુ કેટલાક કારણોથી તેની સજાનું એલાન અટકી ગયું હતું. એક તરફી પ્રેમમાં પાગલ ફેનિલે ગ્રીષ્માની હત્યા કરી હતી તે ઘટના એટલી ક્રૂર હતી કે લોકો દ્વારા આ કેસમાં આરોપીને ફાંસીની સજા થાય તેવી માગણી કરવામાં આવી હતી. આરોપી ફેનિલને કડક સજા થાય તે માટે તાત્કાલિક તેને ઝડપીને આ કેસમાં એ જ ઘડીથી તપાસ શરુ કરી દેવામાં આવી હતી. આ કેસમાં ૧૬ જેટલા મહત્વના પુરાવા રજૂ કરીને આરોપીને ફાંસીની સજા થાય તેવી રજૂઆતો કરાઈ હતી. ગ્રીષ્માના પરિવાર સહિત સમાજે પણ આરોપીને કડકમાં કડક સજા થાય તેવી માંગણીઓ કરી હતી.
આ કેસ ડે-ટુ-ડે ચલાવવામાં આવ્યો હતો જેમાં લગભગ ૭૦ દિવસ સુધી તેની ટ્રાયલ ચાલી હતી. સરકારી વકીલે જણાવ્યું હતું કે આ કેસમાં ફેનિલને ફાંસી સજા થાય તેવી માગણી કોર્ટ સમક્ષ કરવામાં આવી હતી. આ કેસમાં બનાવ સમયનો વિડીયો અને મોટી સંખ્યામાં હાજર લોકો મહત્વનો પુરાવો સાબિત થયા હતા. કોર્ટ દ્વારા વિડીયોની ખરાઈ પણ કરાવવામાં આવી હતી. ઘટનાનો વિડીયો પુરાવા, બનાવને નજરે જોનારા સાક્ષી સહિતના પુરાવા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન ગ્રીષ્માની મિત્ર સહિત ફેનિલે જે લોકોને આ ઘટના અંગે જણાવ્યું હતું તેમની પણ વાત કોર્ટે સાંભળી હતી અને તેના આધારે આજે મહત્વનો ચુકાદો આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આરોપી ફેનિલ ૧૨ ફેબ્રુઆરીએ ગ્રીષ્માના ઘરની સોસાયટી પાસે ચપ્પુ લઈને પહોંચી ગયો હતો અહીં તેણે ગ્રીષ્માને પકડી લઈને તેની કરપીણ હત્યા કરી હતી અને ગ્રીષ્માને બચાવવા માટે વચ્ચે પડેલા તેના કાકા અને ભાઈ પર પણ ફેનિલે જીવલેણ હુમલો કર્યો હતો.
ફેનિલને ફાંસીના માંચડે લટકાવી દેવાય એવી ઈચ્છાઃ ગ્રીષ્માના પિતા
શહેરના ચકચારી ગ્રીષ્મા વેકરીયા હત્યા કેસમાં દોષિત ફેનિલ ગોયાણીને સુરતની કોર્ટે ફાંસીની સજા સંભળાવી છે. કોર્ટના આ નિર્ણય બાદ ગ્રીષ્માનો પરિવાર કહી રહ્યો છે કે, તેઓ આ નિર્ણયથી ખૂબ જ ખુશ છે. બીજી તરફ, ગ્રીષ્માના પિતાએ એવી આશા વ્યક્ત કરી કે, હવે ફેનિલને ફાંસીએ લટકાવી દેવાય એ જ ઈચ્છા છે. જેથી કરીને દેશની દીકરી સાથે આવું કૃત્ય કરતા પહેલાં કોઈ પણ અચકાય. મહત્વનું છે કે, રેરેસ્ટ ઓફ ધ રેરેસ્ટ કેસ ગણીને દોષિક ફેનિલને ફાંસીની સજા સંભળાવાઈ છે.
ફેનિલ ગોયાણીએ ૧૨ ફેબ્રુઆરીના રોજ પાસોદરામાં જાહેરમાં જ ગ્રીષ્માના ગળા પર ચાકૂ ફેરવીની હત્યા કરી નાખી હતી. ૨૧ એપ્રિલના રોજ ફેનિલને આ હત્યા કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યો હતો. જો કે, અગાઉ ફેનિલની સજાની સુનાવણીની તારીખો પડી હતી પણ કટેલાંક કારણોસર સજાનું એલાન અટકી ગયું હતું. સુરતના ગ્રીષ્મા હત્યા કેસે ગુજરાતમાં ભારે ચર્ચા જગાવી હતી. એક તરફી પ્રેમમાં પાગલ ફેનિલ ગોયાણીએ ગ્રીષ્માની નિર્મમ હત્યા કરી નાખી હતી. જે બાદ હત્યારા ફેનિલને ફાંસીની સજા થાય એવી માંગ ઉઠી હતી. ત્યારે લોકોની આશા આજે ખરેખરમાં વાસ્તવિકતામાં પરિણમી છે. સુરતની કોર્ટે આજે હત્યારા ફેનિલને ફાંસીની સજા સંભળાવી છે. જે બાદ માત્ર ગ્રીષ્માના માતા-પિતા જ નહીં રાજ્યના લોકો પણ આ ખુશ છે. કોર્ટે હત્યારા ફેનિલને ફાંસીની સજા સંભળાવ્યા બાદ ગ્રીષ્માના પિતાએ જણાવ્યું કે, કોર્ટના આ નિર્ણયથી હું ખૂબ જ ખુશ છું. કામરેજ પોલીસથી માંડીને રાજ્ય સરકારે મને ખૂબ જ સહકાર આપ્યો છે. આજે મારી માંગ હતી એ સંપૂર્ણપણે પૂરી થઈ છે. હવે મને એક જ આશા છે કે ફેનિલને ફાંસીએ લટકાવી દેવામાં આવે. ગ્રીષ્માના પિતાએ આગળ જણાવ્યું કે, આપણા દેશની કોઈ પણ દીકરી સાથે આવું કૃત્ય ન બને. જાહેરમાં આવું કૃત્ય કરનારી વ્યક્તિ એકવાર ફાંસી જોઈ જશે તો આવું કૃત્ય કરતા વિચાર કરશે. બીજી તરફ, કોર્ટે સજા સંભળાવ્યા બાદ ગ્રીષ્માના માતા પણ ખૂબ જ ભાવુક બન્યા હતા. મહત્વનું છે કે, ગ્રીષ્માના હત્યારા ફેનિલને ફાંસીની સજા થાય એવી લોકમાંગ ઉઠી હતી. આ કેસમાં ૧૬ જેટલાં મહત્વના પુરાવા રજૂ કરીને આરોપીને ફાંસીની સજા થાય એવી રજૂઆતો કરવામાં આવી હતી. ડે ટુ ડે ચાલેલા આ કેસમાં અંદાજે ૭૦ દિવસ સુધી ટ્રાયલ ચાલી હતી. સરકારી વકીલે જણાવ્યું હતું કે આ કેસમાં ફેનિલને ફાંસી સજા થાય તેવી માગણી કોર્ટ સમક્ષ કરવામાં આવી હતી. આ કેસમાં બનાવ સમયનો વિડીયો અને મોટી સંખ્યામાં હાજર લોકો મહત્વનો પુરાવો સાબિત થયા હતા. કોર્ટ દ્વારા વિડીયોની ખરાઈ પણ કરાવવામાં આવી હતી.
રાજ્યમાં જધન્ય ગુનાઓ કરનારને કોઇ સ્થાન નથી : સંઘવી
ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યુ છે કે રાજ્યના નાગરિકોને વધુ સુરક્ષીત કરવા ના મક્કમ નિર્ધાર સાથે મુખયમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વવાળી રાજ્ય સરકારે અનેકવિધ પ્રયાસો હાથ ધર્યા છે. ગુજરાતમાં જધન્ય અપરાધ કરવાવાળાને કોઇ સ્થાન નથી. આવા અપરાધોને રાજ્ય સરકાર સાંખી લેશે નહીં. રાજ્ય સરકારની દ્રઢ ઇચ્છાશક્તીના પરિણામે તાજેતરમા સુરત ખાતે થયેલ ગ્રીષ્માના હત્યા કેસમાં નામ.કોર્ટ દ્વારા માત્ર ૭૦ દિવસમાં આ ગુનાને રેરેસ્ટ ઓફ ધ રેર ગણીને આરોપીને ફાંસીની ફરમાવી છે. કોર્ટ દ્વારા માત્ર ૭૦ દિવસમાં આ ગુનાને રેરેસ્ટ ઓફ ધ રેર ગણીને આરોપીને ફાંસીની ફરમાવી છે. આજે આવેલ આ ચૂકાદાનો ભય કોઇપણ ગુનો કરનાર આરોપીના મગજમાં રહેશે. જેના પરીણામે ગુનો કરતા ફફડશે. ગ્રિષ્માના માતા-પિતાને તેમના ઘરે જઇ ઝડપી ન્યાય અપાવવા મે આપેલુ વચન આજે પુર્ણ થયું છે.

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleઆજે સિહોર તાલુકા પંચાયત માં આજની સામાન્ય સભામાં નિષ્ફળ વહીવટ સામે ભાજપ ના જ સભ્યો એ પ્રશ્નો ની જડી વરસાવી……