રાણપુરમાં ૨૦૦૦ વીઘા ગૌચરની જમીન ઉપર ના દબાણો તંત્ર આગામી ૨૦ તારીખે હટાવશે..

57

ગ્રામ પંચાયત ખાતે ખાસ સામાન્ય સભા બોલાવી લેવાયો નિર્ણય,અગાઉ ગ્રામ પંચાયત દ્વારા ૩૯ દબાણકર્તાઓને જાતે દબાણ હટાવવા નોટીસ આપી હતી..
બોટાદ જીલ્લાના રાણપુર ગ્રામ પંચાયતની ગૌચરની જમીન ઉપરના દબાણો દુર કરવા રામાભાઇ વજેકરણભાઇ ગાંગડીયા અને સમસ્ત માલધારી સમાજ ૨૦૦૦ ની સાલથી ગૌચર ની આશરે ૧૫૦૦ થી ૨૦૦૦ વીઘા ગૌચર જમીન ઉપરના દબાણ હટાવવા લડત ચલાવી રહ્યા છે ત્યારે હાઇકોર્ટમાં રીટ કરેલ જેના અનુસંધાને રાણપુર ગ્રામ પંચાયતને બોટાદ કલેકટરે મૌખિક સૂચના આપતા તે અનુસંધાને રાણપુર ગ્રામ પંચાયત ખાતે તાત્કાલિક આ પ્રશ્ન બાબતે સામાન્ય સભા રાણપુર ગ્રામ પંચાયતની કચેરીમાં બોલાવવામાં આવેલ જેમાં સર્વોનુમતે તા.૨૦/૫/૨૦૨૨ ના રોજ આ દબાણો દૂર કરવા નિર્ણય લેવાયો છે જેની જાણ એક નકલ તાલુકા વિકાસ અધિકારી રાણપુર, કલેકટર બોટાદ, જિલ્લા વિકાસ અધિકારી બોટાદ, પ્રાંત બરવાળા, અને રાણપુર મામલતદાર ને જાણ કરવામાં આવેલ છે અત્રે ઉલ્લેખનીય છે કે ગૌચરની ૧૫૦૦ વીઘા જમીન ઉપરનું દબાણ દૂર કરવા ૫૯ પૈકી ૩૮ દબાણકારોને સ્વેચ્છિક દબાણો દુર કરવા રાણપુર ગ્રામ પંચાયત દ્વારા નોટિસ ફટકારવામાં આવી હતી તેમ છતા ગૌચર દબાણકર્તાઓએ દબાણ દુર નહી કરતા આખરે ગ્રામ પંચાયત ખાતે તલાટી,સરપંચ અને સભ્યોની હાજરીમાં ખાસ સામાન્ય સભા બોલાવવી પડી હતી અને આ સામાન્ય સભા માં સર્વાનુમતે નિર્ણય કરવામાં આવ્યો છે કે આગામી તારીખ-૨૦-૫-૨૦૨૨ ના રોજ ગૌચર પરના દબાણો દુર કરવામાં આવશે.
આગામી ૨૦ તારીખે ૩૯ દબાણકર્તાઓના દબાણ દુર કરી ગૌચરની જમીન ખાલી કરાવાશે:સરપંચ ગ્રા.પં.રાણપુર

આ અંગે રાણપુર ગ્રામ પંચાયતના સરપંચ ગોસુભા પરમાર સાથે વાત કરતા જણાવ્યુ હતુ કે આગામી તારીખ ૨૦-૫-૨૦૨૨ ના રોજ રાણપુરમાં ગૌચર ઉપરની જમીનમાં ૩૯ દબાણકર્તાઓના દબાણ દુર કરવામાં આવશે.ગ્રામ પંચાયત ખાતે એક ખાસ સામાન્ય સભા બોલાવવામાં આવી હતી તેમાં સર્વાનુમતે નિર્ણય કરવામાં આવેલ છે પોલીસ બંદોબસ્ત સાથે ગૌચર ની જમીન ઉપર કરેલા તમામ દબાણો દુર કરવામાં આવશે.
તસવીર-વિપુલ લુહાર,રાણપુર

Previous articleસમસ્ત જાળેલા પરીવાર દ્વારા શ્રી ગેલ અંબે માતાજી નો નવરંગો માંડવા નુ આયોજન કરાયુ
Next articleડોંગરના હત્યારા લાંબાને આજીવન કેદ