અપહરણના ગુનામાં બે વર્ષથી ફરાર શખ્સ વલ્લભીપુરથી ઝડપાયો

1237

 

વલ્લભીપુર પોલીસ મથકમાં બે વર્ષ પૂર્વે નોંધાયેલ અપહરણના ગુન્હામાં ફરાર શખ્સને એસઓજી ટીમે વલ્લભીપુર બસ સ્ટેન્ડ પાસેથી ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી કરી હતી.

એસ.ઓ.જી. શાખાના ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેકટર ડી.ડી.પરમારની સુચનાથી એસ.ઓ.જી. સ્ટાફના માણસો ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન સ્ટાફના પોલીસ કોન્સ. નિતીનભાઇ ખટાણા તથા હરેશભાઇ ઉલવાને મળેલ સંયુકત બાતમી આધારે વલ્લભીપુર પોલીસ સ્ટેશન ઇ.પી.કો. કલમ ૩૬૩, ૩૬૬  વિ. મુજબના ગુન્હાના કામે નાસતા ફરતા આરોપી મુકેશભાઇ રામજીભાઇ બારૈયા ઉ.વ.૩૮ રહે. હાલ-નીંગાળા કેરી નદીના કાંઠે તા.ગઢડા જી. બોટાદ મુળ-મોટી કુંકાવાવ જી.અમરેલીવાળાને વલ્લભીપુર બસ સ્ટેન્ડ પાસેથી ઝડપી પાડેલ. આરોપી વિરૂધ્ધ કાર્યવાહી કરી વલ્લભીપુર પોલીસ સ્ટેશન ખાતે સોપી આપેલ.

આ કામગીરીમાં એસ.ઓ.જી. શાખાના હેડ કોન્સ. યોગેન્દ્રસિંહ ગોહીલ, પોલીસ કોન્સ. હરેશભાઇ ઉલ્વા, નિતીનભાઇ ખટાણા, સોહીલભાઇ ચોકીયા જોડાયા હતા.

Previous articleટ્રેન નીચે ઝંપલાવી યુવાનનો આપઘાત : પોલીસ દોડી ગઈ
Next articleમોતીતળાવ ખાતે ગાદલાના ગોડાઉનના આગનો બનાવ