દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૨૬૮૫ નવા કેસ નોંધાયા

25

છેલ્લા ૨૪ કલાકમાં ૩૩ સંક્રમિતોના મોત થયા : દેશમાં ૪,૨૬,૦૯,૩૩૫ લોકો કોરોના સામે જંગ જીત્યા અત્યાર સુધીમાં ૧૯૩,૧૩,૪૧,૯૧૮ ડોઝ અપાયા
નવી દિલ્હી, તા.૨૮
ભારતમાં છેલ્લા થોડા દિવસોથી કોરોના કેસમાં ઘટાડો થઈ રહ્યો હતો પરંતુ ફરી પાછો વધારો થયો છે.દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૨૬૮૫ નવા કેસ નોંધાયા છે અને ૩૩ સંક્રમિતોના મોત થયા છે. દૈનિક પોઝિટિવિટી રેટ ૦.૬૦ ટકા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં એક્ટિવ કેસની સંખ્યા ૧૬,૩૦૮ થઈ છે. જ્યારે કુલ મૃત્યુઆંક ૫,૨૪,૫૭૨પર પહોંચ્યો છે. દેશમાં ૪,૨૬,૦૯,૩૩૫ લોકો કોરોના સામે જંગ જીત્યા છે. દેશમાં અત્યાર સુધીમાં ૧૯૩,૧૩,૪૧,૯૧૮ રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી ગઈકાલે ૧૪,૩૯,૪૪૬ ડોઝ આપવામાં આવ્યા હતા. દેશમાં ૧૬ જાન્યુઆરી, ૨૦૨૧થી રસીકરણ શરૂ થયું હતું. દેશના જાણીતા વાઈરોલોજિસ્ટ ડૉ. ટી જેકબ જાને તાજેતરમાં કહ્યું કે ભારતમાં કોરોનાની ચોથી લહેરની શક્યતા અત્યંત ઓછી છે.
ડૉ જ્હોને કહ્યું કે મારી જાણકારી મુજબ કોઈ પણ રાજ્ય કોરોનાના કેસમાં વધારો નથી થઈ રહ્યો. ડૉ. જ્હોને કહ્યું કે જો ચોથી લહેર આવશે તો તે મારા માટે આશ્ચર્યજનક હશે. તેથી હું તેના વિશે કંઈપણ અનુમાન કરી શકતો નથી. ચોથી લહેરની શક્યતા ઘણી ઓછી છે. કોરોના લહેરની ખરાબ અસરો સામે આપણો શ્રેષ્ઠ બચાવ રસીકરણ છે. સંપૂર્ણ રસીકરણનો અર્થ છે બે ડોઝ અને ઓછામાં ઓછા ૬ મહિના પછી પ્રિકોશન ડોઝ લેવો. તેમણે એમ પણ કહ્યું કે સંપૂર્ણ રસીકરણ તરીકે બે ડોઝનું સત્તાવાર સંસ્કરણ અવૈજ્ઞાનિક છે.

Previous articleમાતૃ ભૂમિની સેવામાં કોઈ કસર નથી છોડી : PM મોદી
Next articleવીજ માગ વધતા સપ્ટેમ્બરમાં કોલસાની અછતની શક્યતા