મંદિર પર ધ્વજારોહણ જીવનનો ઉત્તમ અવસર : વડાપ્રધાન મોદી

11

પીએમ મોદીએ મહાકાળી માતાની પૂજા-અર્ચના કરી : પાવાગઢમાં ૧૨૧ કરોડ રૂપિયાના ખર્ચે મંદિર પરિસરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે, તેમજ મંદિરમાં શિખરનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે
અમદાવાદ,તા.૧૮
પીએમ મોદી બે દિવસની ગુજરાત મુલાકાતે આવ્યા છે. શનિવારે તેમણે સવારે માતા હીરાબાના આશીર્વાદ લીધા હતા. જે બાદમાં તેઓ પાવાગઢ ખાતે રવાના થયા હતા. નવ વાગ્યાની આસપાસ પીએમ હેલિકોપ્ટર મારફતે પાવાગઢ ખાતે પહોંચી ગયા હતા. પાવાગઢમાં પીએમ મોદી મહાકાળી માતાની ખાસ પૂજા અર્ચના કરી હતી. જે બાદમાં ધ્વજારોહણ કર્યું હતું. વર્ષો પછી અહીં મંદિર પર ધજા ચઢાવવામાં આવી છે. સાથે જ પીએમ મોદીએ વિવિધ પ્રોજેક્ટનું લોકાર્ણપ અને ખાતમુહૂર્ત કર્યું હતું. વર્ષો પછી પાવાગઢ મહાકાળીના ચરણોમાં આવીને અમુક સમય વિતાવવાનો મોકો મળ્યો છે. આ પ્રસંગ મારા માટે જીવનનો ખૂબ સારો અવસર છે. આજનો અવરસ મારા અંતર મનને વિશેષ આનંદથી ભરી દે છે. પાંચ સદી પછી અને આઝાદીના ૭૫ વર્ષ વિત્યા છતાં માહાકાળીના શીખર પર ધજા ફરકી ન હતી. આ ક્ષણ આપણને પ્રેરણા, ઉર્જા આપે છે. પાવાગઢમાં ૧૨૧ કરોડ રૂપિયાના ખર્ચે મંદિર પરિસરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે, તેમજ મંદિરમાં શિખરનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે. શિખર ન હોવાના કારણે મંદિરની ઉપર ધજા પણ ચઢાવી શકાતી ન હતી. મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે, સદીઓ બાદ પાવાગઢના મંદિરમાં ફરીથી ધજા લહેરાશે. મંદિરની ઉપર બનાવવામાં આવેલા કોરિડોરમાં ૨૦૦૦ શ્રદ્ધાળુઓ આવી શકે તે રીતે નિર્માણ કરવામાં આવ્યું છે. આ સાથે જ મંદિર સુધી પહોંચવા માટેની સીડીઓને પણ પહોળી કરી દેવામાં આવી છે. આ અંગે મંદિરના ટ્રસ્ટી અશોક પંડ્યાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ૧૫મી સદીમાં સુલતાન મોહમદ બેગડાએ પાવાગઢ પર વિજય મેળવ્યો ત્યારે મંદિરમાં તોડફોડના કારણે ’શિખર’ને ખૂબ જ નુકસાન થયું હતું. શિખરની ઉપર એક દરગાહ પણ બનાવી દીધી હતી. જેના કારણે ત્યાં ધ્વજા ફરકાવવી શકાય તેવી જગ્યા નહોતી. તેમણે વધુમાં કહ્યું કે ’’દરગાહ પણ તે જ સમયે અસ્તિત્વમાં આવી હશે, જ્યારે મુસ્લિમ આક્રાંતાઓએ અહીં હુમલો કરીને પાવાગઢને જીતી લીધું હતું. તેને સદનશાહ પીરની દરગાહ કહેવાય છે. આ દરગાહ વિશે અનેક જુદી જુદી કહાની ઘડી કાઢવામાં આવી છે.

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleમોદીએ માતાના જન્મદિવસ પર તેમના પગ ધોઈને આશીર્વાદ લીધા