૬૦ દિવસમાં ૬૦ એકર જમીનમાં જળસંચય : પાટીલે કર્યું લોકાર્પણ

12

ગારિયાધાર તાલુકાનાં પરવડી ગામે સુજલામ સુફલામ યોજના અંતર્ગત પરવડી જળક્રાંતિ અભિયાન દ્વારા ૬૦ દિવસમાં ૬૦ એકર જમીનમાં જળાશય ગામ લોકોની લોક ભાગીદારીથી તૈયાર થયું છે. જેનું લોકાર્પણ સોમવારે ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને સાંસદ સી.આર. પાટીલે કર્યું હતું. આ પ્રસંગે સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી આર.સી.મકવાણા, ભાવનગર જિલ્લા પંચાયત પ્રમુખ ભરતસિંહ ગોહિલ, અમરેલીના સાંસદસભ્ય નારણભાઈ કાછડીયા,ભાવનગર જિલ્લા ભાજપ પ્રમુખ મુકેશભાઈ લંગાળિયા, ગારિયાધાર ધારાસભ્ય કેશુભાઈ નાકરાણી, ગઢડાના ધારાસભ્ય આત્મારામભાઈ પરમાર, જિલ્લા કલેકટર યોગેશ નિરગુડે, જિલ્લા વિકાસ અધિકારી ડો. પ્રશાંત જિલોવા, ડો.વલ્લભભાઈ કથીરિયા તથા પરવડી તથા આસપાસના ગામના લોકો ઉપસ્થિત રહ્યાં હતાં.