આજે કેન્દ્ર સરકારની અગ્નિપથ યોજનાના વિરોધમા અને યુવાનોના સમર્થનમા ભાવનગર ગ્રામ્ય વિધાનસભા કોંગ્રેસ દ્વારા સિહોરના વડલા ચોક ખાતે ધરણા પ્રદર્શન કાર્યક્રમ યોજાઈ ગયો……….

9

કેન્દ્ર સરકારની પ્રજા વિરોધી નીતિ અને સરમુખત્યાર શાહી શાસન પદ્ધતિને લીધે દેશની જનતા વીજળી,મોંઘવારી, બેરોજગારી જેવા વિવિધ સમસ્યાઓથી હેરાન પરેશાન થઈ રહી છે ત્યારે કેન્દ્ર સરકારના વધુ એક બેરોજગાર યુવાનો માટે આયોજન વગર અગ્નિપથ યોજના જાહેર કરેલ છે જે લાંબા ગાળે યુવાનોના ભવિષ્યને નુકસાન કરી શકે ત્યારે દેશના શિક્ષિત યુવાનોના સમર્થનમાં અને કેન્દ્ર સરકારના વિરોધમાં આજરોજ ભાવનગર ગ્રામ્ય વિધાનસભા ક્ષેત્ર દ્વારા સિહોર શહેરના વડલાચોક ખાતે સવારે ૧૦:૦૦ થી ૧:૦૦ વાગ્યા દરમિયાન ભાવનગર જીલ્લા કોંગ્રેસના પ્રમુખ રાજેન્દ્રસિંહ ગોહિલના નેતૃત્વમાં વિરોધ અને ધરણા પ્રદર્શન કાર્યક્રમ યોજાઇ ગયો જેમાં સિહોર શહેર કોંગ્રેસ પ્રમુખ જયદીપસિંહ ગોહિલ, પૂર્વ પ્રમુખ ધીરુભાઈ ચૌહાણ, સિહોર તાલુકા કોંગ્રેસ પ્રમુખ સી.કે પટેલ,પૂર્વ તાલુકા પ્રમુખ ગોકુળભાઈ આલ,સિહોર નગરપાલિકા વિપક્ષ નેતા કિરણભાઈ ઘેલડા, સિહોર તાલુકા પંચાયત વિપક્ષ નેતા કરણસિંહ મોરી,જિલ્લા પંચાયતના સદસ્ય પથુભાઈ ચૌહાણ,ઘોઘા તાલુકા કોંગ્રેસ પ્રમુખ રેવતસિંહ ગોહિલ,ભાવનગર તાલુકા કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ, પૂર્વ પ્રમુખ દશરથભાઈ મેર,જિલ્લા કોંગ્રેસ આગેવાન દિલીપસિંહ પરમાર,કેશુભાઈ ભગત,નગરપાલિકા સદસ્ય મુકેશભાઈ જાની, કરીમભાઈ સરવૈયા, સુભાષભાઈ રાઠોડ, ઇકબાલ સૈયદ,હિરલબેન બુધેલીયા, હીરાબેન સોલંકી,સિહોર કોંગ્રેસ OBC ચેરમેન યુવરાજ રાવ,રાજુ ગોહિલ, જયરાજસિંહ મોરી,વિઠલભાઈ વાઘાણી, સુખાભાઈ કળોતરા,જાહિદખાન બલોચ,અશોકસિંહ ગોહિલ, ચેતનભાઈ ત્રિવેદી, ધવલ પલાણીયા, ડી.પી રાઠોડ, પી.ટી સોલંકી, અશોક બુધભટ્ટી,બધાભાઈ રાઠોડ,તુષાર રાઠોડ,પરેશભાઈ શુકલ,યોગેશભાઈ વ્યાસ,કેતનભાઈ મહેતા,કિરીટભાઈ મોરી,દર્શક ગોરડીયા ભરતભાઈ કંટારીયા કરણ મોરીવગેરે કાર્યકરો જોડાયા હતા.
રિપોર્ટ મૂળશંકર જાળેલા સિહોર..