ઉત્તરાખંડઃ કાંવડિયાઓની સુરક્ષામાં ૧૦ હજાર સુરક્ષા કર્મચારી લાગશે

6

ડ્રોન અને સીસીટીવી કેમેરાથી દેખરેખ કરાશે
દહેરાદુન,તા.૨૯
ઉત્તરાખંડમાં કાંવડિયાઓની સુરક્ષા માટે પોલીસે ખાસ વ્યવસ્થા કરી છે આ વખતે શિવ ભકતોની સુરક્ષામાં સીસીટીવી અને ડ્રોનની સાથે લગભગ ૧૦ હજાર પોલીસ કર્મચારી તહેનાત કરવામાં આવશે ઉત્તરાખંડના ડીજીપી અશોકકુમારે આ બાબતમાં માહિતી આપી હતી. ડીજીપી અશોકકુમારે જણાવ્યું હતું કે શ્રાવણ મહીનામાં શિવ ભકતોની ભારે સંખ્યાને જોતા ડ્રોન અને સીસીટીવી કેમેરાનો ઉપયોગ કરવામાં આવશે જયારે કડક સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે સોશલ મીડિયાની દેખરેખ કરવામાં આવશે. કાંવડિયાઓથી સોશલ મીડિયાના માધ્યમથી શાંતિ બનાવી રાખવામાં પોલીસ અને સ્થાનિક પ્રશાસનને સહયોગ કરવાની અપીલ કરવામાં આવશે ઉત્તરાખંડના ડીજીપીએ બીજા રાજયોના અધિકારીઓને પણ કહ્યું છે કે અમે આશા કરીએ છીએ કે પડોસી રાજય કાંવડ યાત્રાના નિર્ધારિત માર્ગોનો પ્રચાર કરે જેથી ચારધામ મસુરી અને દહેરાદુન આવનારા પર્યટકો અને શ્રધ્ધાળુઓને કોઇ સમસ્યા ન થાય તેમણે કહ્યું કે ઉત્તરપ્રદેશ હરિયાણા દિલ્હી હિમાચલ પ્રદેશ પંજાબ રાજસ્થાન અને અન્ય સ્થાનોથી આવનારા કાંવડિયાઓની સુરક્ષિત યાત્રા સુનિશ્ચિત કરવામાં આવશે ડીજીપી કુમારે કહ્યું કે આ વર્ષ યાત્રા માટે હરિદ્વવાર અને આસપાસના વિસ્તારને ૧૨ સુપર જોન,૩૧ જોન અને ૧૩૩ સેકટરોમાં વિતરીત કરવામાં આવ્યા છે અને વ્યવસ્થા બનાવી રાખવા માટે લગભગ ૧૦ હજાર સુરક્ષા કર્મચારી તહેનાત કરવામાં આવશે.એ યાદ રહે કે આ વખતે કોરોના મહામારીના કારણે ૨ વર્ષ બાદ કાંવડ યાત્રા થનાર છે જે ૧૪ જુલાઇથી ૨૬ જુલાઇ સુધી આયોજીત થશે કાંવડિયા(ભગવાન શિવના ભકત) યાત્રામાં પોતાના વિસ્તારોમાંથી શિવ મંદિરોમાં ચઢાવવા માટે હરિદ્વારમાં ગંગા નદીથી જળ એકત્રિત કરે છે.