અટલ બિહારી વાજપેયીના અસ્થિ કળશ હરિદ્વારમાં

1054

ભારત રત્ન અને પૂર્વ વડાપ્રધાન  અટલ બિહારી વાજપેયીના અસ્થિ કળશ હરિદ્વારમાં હર કી પૈડી પહોંચી ગંગામાં પ્રવાહિત કરવામાં આવ્યાં છે. અટલજીના દીકરીએ મીતાએ અસ્થિ ગંગાના પ્રવાહમાં વિસર્જિત કર્યા. આ પ્રસંગે અટલજીની ભાણેજ નમ્રતા પણ હાજર છે. આ ઉપરાંત તેમની સાથે ભાજપ અધ્યક્ષ અમિત શાહ, કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહ, ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેન્દ્રસિંહ રાવત અને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ઉપસ્થિત છે.