મહુવામાં મેઘરાજા ઓળઘોળ, ૨૪ કલાકમાં પોણા ત્રણ ઈચ

5

ભાવનગર શહેર અને જિલ્લામાં હવે ચોમાસુ બરાબર જામ્યો છે છેલ્લા ચારેક દિવસથી શહેર અને જિલ્લામાં નોંધપાત્ર વરસાદ પડી રહ્યો છે છેલ્લા ૨૪ કલાક દરમિયાન ભાવનગર જિલ્લાના મહુવા પંથકમાં ધોધમાર પોણા ત્રણ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે જેના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે અને વાતાવરણમાં પણ ઠંડક ફેલાઈ જવા પામી છે સાથો સાથ જળાશયોમાં પણ નવા નીરની આવક શરૂ થઈ ગઈ છે. સમગ્ર સૌરાષ્ટ્રની સાથે હવે ગોહિલવાડ પંથકમાં પણ ચોમાસાનો વરસાદી માહોલ જામ્યો છે. છેલ્લા ચાર દિવસથી ભાવનગર શહેરમાં દરરોજ વધતો ઓછો વરસાદ પડી રહ્યો છે. જ્યારે જિલ્લાના વિવિધ તાલુકા અને ગ્રામ્ય પંથકમાં પણ મેઘરાજા વરસી રહ્યા છે ત્યારે આજે બપોરે પુરા થતા ૨૪ કલાકમાં મહુવા પંથકમાં મેઘરાજા ઓળઘોળ થયા હોય તેમ ગઈકાલે બપોર બાદ ધોધમાર પોણા બે ઈચ જેટલો પડ્યા બાદ આજે સવારે પણ એક ઇંચ જેટલો વરસાદ પડયો હતો આમ મહુવા પંથકમાં ૨૪ કલાકમાં પોણા ત્રણ ઇંચ જેટલો વરસાદ પડતા નિચાણવાળા સહિત મોટા ભાગના વિસ્તારોમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા. જેથી વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓ પડેલ. જોકે ભારે વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામેલ. મહુવા ઉપરાંત ભાવનગર શહેર માં પણ ઘોઘમાર પોણા બે ઇચ વરસાદ પડયો હતો જેના કારણે કુભારવાડા, સ્ટેશન રોડ, ખારગેટ સહિત વિસ્તારમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા. આ ઉપરાંત અનેક વિસ્તારોમાં રોડ પણ પાણી ફરી વળ્યાં હતા. સંસ્કાર મંડળ પાસે વૃક્ષ ધરાશાયી થતા એક તરફનો રસ્તો બ્લોક થઈ જવા પામ્યો હતો. જિલ્લામાં તળાજા શહેર તથા ગ્રામ્ય પંથકમાં પણ એકાદ ઈચ જેટલો વરસાદ થયાના અહેવાલો મળી રહ્યા છે. જ્યારે પાલીતાણા, ગારિયાધાર, સિહોર, વલ્ભીપુર, જેસર, ઘોઘા પંથકમાં પણ હળવો-ભારે વરસાદ નોંધાયો છે. ભાવનગર શહેર અને જિલ્લામાં સમયસરનો વરસાદ પડતા ધરતીપુત્રોમાં પણ ખુશી છવાઈ છે.
ભારે વરસાદના કારણે ભાવનગરમાં ૨૦ ફીડર બંધ હાલતમાં, ૩૭ વિજપોલ તૂટી પડ્યા
રાજ્યમાં ભારે વરસાદના કારણે ૧૩૭ વિજપોલ ધરાશાયી થતા સૌરાષ્ટ્રના ૬૩ જેટલાં ગામડાઓમાં અંધારપટ છવાઇ ગયો છે. ભારે પવન સાથે અનેક વીજપોલ ધરાશાયી થયા છે. વીજવિભાગ દ્વારા વીજપુરવઠો ઝડપી કાર્યરત કરવા માંગ કરવામાં આવી છે. વરસાદી સીઝનમાં ગામડાઓમાં અંધારપાટ છવાઇ જતા લોકોએ ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે.
ભાવનગરમાં ૨૦ ફીડર બંધ હાલતમાં, ૩૭ વિજપોલ તૂટી પડ્યા છે.વીજપોલ ધરાશાયી થતા લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. વાહનચાલકો પણ ક્યાંક-ક્યાંક મુશ્કેલીઓ સર્જાઇ રહી છે. જામનગરમાં ખેતીવાડીના ૧૦૦ સહિત ૨૫૧ ફીડર બંધ હાલતમાં છે. રાજકોટ ગ્રામ્યમાં ૧ ફીડર બંધ અને ૩ વીજપોલ તૂટી પડ્યા.પોરબંદરમાં ૫ ફીડર બંધ ૧ ગામમાં અંધારપટ છવાયો.જૂનાગઢમાં ૨૨ ફીડર બંધ ૨૧ વિજપોલ તૂટી પડ્યા ૧ ગામમાં વીજળી બંધ.જામનગર માં ૧૨૦ ફીડર બંધ ૨ક પોલ તૂટી પડ્યા ૧૭ ગામ નો વીજપુરવઠો ખોરવાયો.ભુજમાં ૬૩ ફીડર બંધ હાલતમાં, ૧ વીજપોલ તૂટી પડ્યો. ૪૪ ગામનો વીજપુરવઠો ખોરવાયો. અંજારમાં ૫ ફીડર બંધ હાલતમાં, ૧૪ વિજપોલ તૂટી પડ્યા છે. સુરેન્દ્રનગરમાં ૭ ફીડર બંધ ૬ વિજપોલ તૂટી પડ્યા. ભાવનગરમાં ૨૦ ફીડર બંધ હાલતમાં, ૩૭ વિજપોલ તૂટી પડ્યા છે.બોટાદમાં ૭ ફીડર બંધ હાલતમાં, અમરેલીમાં ૧ ફીડર બંધ અને ૧૮ વીજપોલ તૂટી પડ્યા છે.