પરશુરામ પાર્કમાં મુકાશે આવી પ્રતિમા…

22

ભાવનગરમાં ભગવાન પરશુરામ પાર્કનું નિર્માણ થઈ રહ્યું છે જેમાં ૧૨ ફૂટ ઊંચી મૂર્તિ બિરાજમાન કરાશે. જે માટે પરશુરામ ભગવાનની પ્રતિમાના માસ્ટર કલે મોડલનું (માટીનું માસ્ટર મોડેલ) અવલોકન કરવા રાજકોટ ખાતે ધારાસભ્ય વિભાવરીબેન દવે, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ધીરુભાઈ ધામેલીયા, વિપ્ર નગરસેવકો કુલદીપભાઈ પંડ્યા, રાજુભાઈ પંડ્યા અને પરેશભાઈ પંડ્યા તથા બિલ્ડીંગ વિભાગના કાર્યપાલક ઇજનેર અડવાણી સહિત અઘિકારી અને પદાધિકારી પહોંચ્યા હતા. અને રૂબરૂ સ્થળ મુલાકાત કરી જરૂરી નાના મોટા ફેરફાર કરવા અને ઝડપી અને ઉત્તમ કામગીરી કરવા સૂચના આપી હતી.આ પ્રતિમા ૧૨ ફૂટની ઉંચાઈની કાસ્ય બ્રોન્ઝ મેટલની જેને ૮ ફૂટના ફેરો સિમેન્ટ રોક શેઇપના પેડસ્ટલ પર પરશુરામ પાર્કમાં પ્રસ્થાપિત થશે.

Previous articleઉમેશ યાદવ ઈંગ્લિશ કાઉન્ટી મિડલસેક્સ તરફથી રમતા જોવા મળશે
Next articleવાછરડીના બન્ને પગમાં જન્મજાત ખોટ દુર કરી પીડામુક્ત કરાઇ