સુત્રાપાડા પોલીસ દ્વારા ગાંગેથા રોડ ઉપર પોલીસે પથ્થરો ઉપાડી રસ્તા ઉપર ખાડાઓ પૂર્યા.. લોકોને વાહરે આવી સુત્રાપાડા પોલીસ સ્ટાફ..

29

સુત્રાપાડા તાલુકાના ગાંગેથા હાઇવે રોડ ઉપર ભારે વરસાદના કારણે રસ્તો બિસ્માર થયો હતો ત્યારે સુત્રાપાડા પોલીસ પેટ્રોલિંગ દરમિયાન આ રસ્તા પર મચ મોટા ખાડાઓ સામે આવતા ખુદ પોલીસ સ્ટાફ પથરાવો લઈ આ ખાડાઓને ખાડાઓ પૂર્યાં હતા સુત્રાપાડામાં સતત સતર દિવસ થી વરસી રહેલા ભારે વરસાદને કારણે રોડ રસ્તાઓ બિસ્માર થયેલા છે ભારે વરસાદથી કોડીનાર થી પેઢાવાળા નેશનલ હાઈવે બંધ હોય જેથી મોટા વાહનો કોડીનાર ફરીને ગાંગેથા રોડ ઉપરથી આવતા હોય છે ગાંગેથા ફાટક પાસે કોઝવે ઉપર પાણી ભરાવાના કારણે વાહન વ્યવહાર ઠપ થઈ ગયો હતો. રોડ ઉપર મસ મોટા ખાડાઓ જોવા મળી રહ્યા છે જેથી વાહનચાલકો તેમજ રાહદારીઓ માથે મોટું જીવનું જોખમ ટોળાઈ રહ્યું હોય ત્યારે ખુદ પોલીસ સ્ટાફ એ ખાડાઓમાં પથરો અને માટી નાખી પુર્યા હતા લોકો માટે પણ સુત્રાપાડા પોલીસની સરાહનીય કામગીરી સામે આવી હતી અને પોલીસ વિભાગ મેં આઈ હેલ્પ યુ શબ્દને ખરા અર્થમાં સાર્થક કર્યું હતું અને રોડ ઉપર ખાડા પડવાના કારણે વારંવાર અકસ્માતોના બનાવો સામે આવતા હોય છે ત્યારે સુત્રાપાડા પોલીસ પીએસઆઇ હેરમાં સાહેબ માર્ગદર્શન હેઠળ રાહતદારીઓને અને વાહન ચાલકોને કોઈ મુશ્કેલી ન તે માટે સુત્રાપાડા પોલીસ સ્ટાફ ખડે પગે જોવા મળ્યો છે..
અહેવાલ રિપોર્ટર હમીરસિંહ દરબાર ગીર સોમનાથ

Previous articleગરીબોને મદદ કરી ચહેરા ઉપર હાસ્ય લાવનાર ખજૂરભાઇનું દુબઇમાં સન્માન કરવામાં આવ્યું
Next articleગોપીનાથજી મહિલા કોલેજ દ્વારા વેલકમ પાર્ટીનું આયોજન કરેલ..