દેશના રાષ્ટ્રપતિની ચૂંટણી, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિતના ધારાસભ્યોએ મતદાન કર્યું

4

ગાંધીનગર,તા.૧૮
દેશના રાષ્ટ્રપતિની ચૂંટણી આજે યોજાઇ હતી તેમા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સવારે જ મતદાન કર્યું હતુ.મુખ્યમંત્રી ઉપરાંત પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી,પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતીન પટેલ સહિત વરિષ્ઠ ધારાસભ્યોએ ગુજરાત વિધાનસભામાં મતદાન કરવા આવી પહોંચ્યા હતા અને મતદાન કર્યું હતું કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા રામસિહ રાઠવાએ પણ ચૂંટણીમાં મતદાન કર્યું હતુ. ગુજરાત વિધાનસભાના ચોથા માળે મતદાનનની પ્રક્રિયા સવારે ૧૦ વાગ્યાથી લઇને ૫ વાગ્યા સુધી ચાલી હતી જેમાં ભાજપ કોંગ્રેસ તથા અન્ય પક્ષોના ધારાસભ્યોએ મતદાન કર્યું હતું સુુત્રોએ જણાવ્યું હતું કે એનસીપીના ધારાસભ્યે ક્રોસ વોટીંગ કર્યું છે.રાષ્ટ્રપતિની ચૂંટણીમાં એનડીએના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રોપદી મૂર્મુ છે જ્યારે યૂપીએના ઉમેદવાર જશવંત સિન્હા છે. રાષ્ટ્રપતિની ચૂંટણીનું પરીણામં ૨૫ જુલાઇના રોજ આવશે.બપોરે ૧ વાગ્યા સુધીમાં ભાજપના તમામ ૧૧૧ ધારાસભ્યોનું મતદાન પૂર્ણ થયું હતું. તો કોંગ્રેસના ૬૩ ધારાસભ્યોએ મત આપ્યા હતા. કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજા ભાજપને સમર્થન આપતા જોવા મળ્યાં છે. જેથી દ્રૌપદી મુર્મૂના જીતની આશા પ્રબળ બની છે. ખુદ કાંધલ જાડેજાએ ક્રોસ વોટિંગનો સ્વીકાર કર્યો છે. એનસીપીના આદેશને અવગણીને આ જાહેરાત તેમણે કરી છે. એનસીપીએ એ કોંગ્રેસનુ સહયોગી દળ છે, ત્યારે કાંધેલ જાડેજાનુ ક્રોસ વોટિંગ અનેક સવાલો પેદા કરે છે. ગુજરાત વિધાનસભાની ૧૮૨ બેઠકો છે જેમાથી ત્રણ બેઠકો ખાલી છે. જ્યારે એક બેઠક પર સૂપ્રીમ કોર્ટમાં કેસ પેન્ડિંગ હોવાથી તે મતદાન નહી કરી શકે. ગુજરાત વિધાનસભાની ભાજપના ૧૧૧, ધારાસભ્યો, કંગ્રેસના ૬૩ ધારાસભ્યો, એનસીપી ૧ બીટીપી ૨ અને એક અપક્ષ ધારાસભ્ય આમ કુલ મળીને ૧૭૭ ધારાસભ્યો છે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કોઇ જ પ્રકારનો મેન્ડેટ નથી હોતો ધારાસભ્યો અને સાસંદ સભ્યો પોતાની રીતે સ્વતંત્ર થઇને મતદાન કરી શકે છે. અને વિસ્તાની આધારે તેના મતનું મુલ્ય નક્કી કરવામાં આવે છે. ત્યાર બાદ તેને ગણતરીમાં લેવામાં આવે છે. ગુજરાતના ધારાસભ્યોના મતોનું મૂલ્યો ૧૪૭ છે જ્યારે સાંસદ સભ્યોના મતોનું મૂલ્ય ૭૦૦ છે.