ઉમરાળાના ધોળા માર્કેટીંગ ખાતે તાલુકા કક્ષાની ૭૬માં સ્વતંત્રતા પર્વની ઉજવણી કરાઇ

13

ભાવનગર જિલ્લાનાં ઉમરાળા તાલુકાના ધોળા માર્કેટીંગ યાર્ડ ખાતે ઉમરાળા મામલતદાર એ.પી.અંટાળા ના અધ્યક્ષ સ્થાને ૭૬માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી
આ કાર્યક્રમમાં સૌ પ્રથમ ઉમરાળા મામલતદાર દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવી સલામી આપી કાર્યક્રમ અનુરૂપ ઉદબોધન કર્યું હતુ ત્યારબાદ ઉમરાળા તાલુકા વહીવટી તંત્ર દ્વારા ઉમરાળા તાલુકામાં ફરજ બજાવતા સરકારી કર્મચારીઓ,શિક્ષકો વિગેરેને વિશિષ્ટ કામગીરી બદલ સન્માન પત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા ત્યારબાદ બાદ રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા
આ કાર્યક્રમમાં ઉમરાળા મામલતદાર એ.પી.અંટાળા, ઉમરાળા તાલુકા વિકાસ અધિકારી,ઉમરાળા Psi એમ.જે. કુરેશી, હોમગાર્ડ યુનિટ કમાન્ડર હરવિજયસિંહ ગોહિલ,R&B સ્ટાફ,પોલીસ સ્ટાફ,હોમગાર્ડ જવાનો,મેડિકલ સ્ટાફ,દરેક સ્કૂલ નાં શિક્ષકો,વિધાર્થીઓ,ગામનાં આગેવાનો,નગરજનો વિગેરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે પ્રતાપભાઈ પેથાભાઈ આહીર (ભાજપ પ્રમુખ) હરિશ્ચંદ્રસિંહ ગોહિલ (કોંગ્રેસ પ્રમુખ) જગદીશભાઈ ભીંગરાડીયા (ડાયરેક્ટર BDC બેંક)ભરતભાઈ ટાંક, નરેશભાઈ સોલંકી વિગેરે ખાસ ઉપસ્થિત રહ્યાં હતા.
રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા