શ્રી વિહળ ઈન્ટરનેશનલ વિદ્યાપીઠ ખાતે ધ્વજ વંદન કાર્યક્રમ યોજાયો

6

જગ્યાના મહંત 1008 મહામંડલેશ્વર નિર્મળાબા એ તિરંગો લહેરાવી સલામી આપી..
15 મી ઓગસ્ટ ના 75 મા સ્વતંત્રા દિવસ નિમિતે બોટાદ જીલ્લાના પાળીયાદ ખાતે આવેલ પરમ પૂજ્ય શ્રી વિસામણબાપુ ની જગ્યા સંચાલિત શ્રી વિહળ ઇન્ટરનેશનલ વિદ્યાપીઠ ખાતે જગ્યા ના મહંત શ્રી શ્રી 1008 મહામંડલેશ્વર નિર્મળાબા ઉનડબાપુ દ્વારા તિરંગો લેહરાવી ધ્વજ વંદન કરવામા આવેલ હતુ અને સલામી આપવામા આવેલ..શ્રી વિહળ ઇન્ટરનેશનલ વિદ્યાપીઠ ખાતે તમામ બાળકો , શિક્ષકો તેમજ સંચાલકો દ્વારા રાષ્ટગીત ગાવામા આવેલ અને રાષ્ટદવજ ને સલામી આપવામા આવેલ હતી ત્યારબાદ રાષ્ટગાન અને વેશભૂષા મા આવેલ બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ કરેલ અને આ રીતે આઝાદી ના 75 વર્ષ ના અમૃત દિવસ ની ઉજવણી કરવામા આવેલ હતી.પરમ પૂજ્ય શ્રી નિર્મળાબા તેમજ દિયાબા તેમજ સંચાલક અરવિંદભાઈ નાગજીભાઈ ચાંદપરા (તરઘરા) તેમજ સંજયભાઈ પટેલ (મેનેજમેન્ટ) તેમજ સમગ્ર સ્ટાફ પરીવાર તેમજ વિધાર્થીઓ દ્વારા આ સમગ્ર કાર્યક્રમ ને ખુબ સરસ રીતે ઉજવી ને સફળ બનાવેલ.
તસવીરઃવિપુલ લુહાર,બોટાદ