4 કરોડની ઉચાપતમાં 12 વર્ષેય ન્યાય ન મળતા 3 ગામના ખેડૂતો આમરણ ઉપવાસ પર ઉતર્યા,પોલીસ કાફલો ખડકાયો..
બોટાદ જીલ્લાના રાણપુરમાં બગડ સેવા સહકારી મંડળીના ચેરમેન અને સેક્રેટરીએ 371 ખેડૂતનાં ખાતાંમાંથી રૂ. 4.11 કરોડની કરેલી ઉચાપત મુદ્દે 12 વર્ષે પણ કોઈ નિરાકરણ આવ્યું નથી. મુશ્કેલીમાં મુકાયેલા ખસ, બગડ,અળવ,પાણી અને ચાચરિયા સહીત ગામોના ખેડૂતોએ આમરણ ઉપવાસનું શસ્ત્ર ઉગામ્યું છે.ખેડૂતો મંગળવારે રાણપુર માં આવેલ એ.ડી.સી.બેન્ક સામે ખેડુતો ઉપવાસ પર બેઠા છે અને બીજા દિવસે પણ ઉપવાસ આંદોલન ચાલુ રહ્યુ હતુ.અને કોઈ નિર્ણય નહીં આવે ત્યાં સુધી ઉપવાસ આંલોદન ચાલુ રાખવાની ખેડુતોએ ચીમકી ઉચ્ચારી છે. ખસ, બગડ અને ચાચરીયા ગામોના ખેડૂત સભાસદોની બગડ સેવા સહકારી મંડળીમાંથી પાકધીરાણ અપાય છે પરંતુ વર્ષ 2009-10માં મંડળીના સેક્રેટરી અને ચેરમેન એ એ.ડી.સી. બેન્કમાંથી ખેડૂતોની શાખા વધારી રૂ. 4,11,93,803 બારોબાર ઉપાડી લીધા હતા.4 કરોડની રકમ વ્યાજ સાથે 7 કરોડે પહોંચી સેક્રેટરીએ ઉચાપત કરેલા રૂ. 4.11 કરોડ અત્યારે 12 વર્ષે રૂ. 7,57,24,468એ પહોંચ્યા છે. સેક્રેટરીએ અંગત ઉપયોગ માટે બૅન્કની મીલી ભગતથી 371 ખેડૂતના નામે કરોડો રૂપિયા ઉપાડ્યા હતા. કૌભાંડ બહાર આવતાં તેમના વિરુદ્ધ ફરિયાદ થઈ ત્યારે સેક્રેટરીએ પોતાનું જીન અને 32 ખેડૂતની જમીન બૅન્કને લખી આપી હતી. અને આ ખેડૂતોની રકમ જમા થયાની જમા પહોંચ મંડળીને આપી હતી.
આ ધીરાણની કોઈ એન્ટ્રી મંડળીમાં નથી કે બેન્કમાં કોઈના ખાતામાં નથી:-જીવાભાઈ,ચેરમેન બગડ સેવા સહકારી મંડળી લી.
બગડ સેવા સહકારી મંડળીના ચેરમેન જીવાભાઈ ગોરાભાઈ સાથે વાત કરતા જણાવ્યુ હતુ કે આ ધીરાણની કોઈ એન્ટ્રી મંડળીમાં નથી કે બેન્કમાં કોઈ ના ખાતામાં નથી ખેડુતોના રેગ્યુલર ધીરાણ સિવાય વધારાનું 4. 22 કરોડ રૂપિયાનુ વધારાનુ અંગત ઉપયોગ માટે 371 ખેડુતોના નામે ધીરાણ લઈ લેવામાં આવ્યુ છે જેની વિગત મંડળીના રેકડ ઉપર ક્યાયં નથી કે નથી બેંકના રેકડ ઉપર તેમ છતા જ્યારે ખેડુતોને જમીનનું વિભાજન કરવા માટે નોડ્યુ સર્ટી લેવાનુ હોય છે ત્યારે બેંક સતાધીશો નોડ્યુ આપતા નથી અને આ કૌભાંડના બાકી નિકળતા પૈસા ભરી જવા કહે છે…
જે સમયે આ ખેડુતોના નામે ધીરાણ લેવામાં આવ્યુ ત્યારે કેમ કોઈ ખેડુતોએ ફરીયાદ ન કરી:-હરીચંદ્રસિંહ ચુડાસમા,સીનીયર મેનેજર એ.ડી.સી બેંક રાણપુર
આ બાબતે રાણપુર એ.ડી.સી.બેન્કના સીનીયર મેનેજર હરીચંદ્રસિંહ ચુડાસમા સાથે વાત કરતા તેમણે જણાવ્યુ હતુ કે જે સમયે આ ખેડુતોના નામે ધીરાણ લેવામાં આવ્યુ ત્યારે કેમ કોઈ ખેડુતોએ ફરીયાદ ન કરી ત્યારે તેમણે ફરીયાદ કરવી જોઈએ હાલમા આ સમગ્ર મામલે કોર્ટ પ્રકીયા ચાલુ છે જે નિર્ણય આપશે તે નિર્ણય બેંક દ્રારા લેવામાં આવશે….