દહેગામ રૂરલમાંથી ૩.૫૦ લાખની વીજ ચોરી પકડાઇ

1278

જિલ્લાના દહેગામ તાલુકાના ગામડાઓમાં વીજ ચોરીની પ્રવૃતિ અટકાવવા યુજીવીસીએલ દ્વારા ચેકિંગ થતા વીજ ચોરીના ૨૫ કેસ ઝડપી લઇ રૂા.૩,૫૦,૦૦૦ નો દંડ ફટકારાયો છે.

દહેગામ રૂરલ કચેરીના વિસ્તારમાં આવતાં દસેક ગામોમાં વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યુ હતુ. જેમાં વીજ ચોરીનના ૨૫ કેસ ઝડપી લઇ રૂા.૩,૫૦,૦૦૦ નો દંડ ફટકારવામાં આવતાં વીજ ચોરોમાં ફફડાટ ફેલાયો હતો. ગરમીમાં આવી કામગીરીથી લોકોમાં રોષ જોવા મળે છે.

દહેગામ તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં વીજ ચોરીના દૂષણને ડામવા માટે યુજીવીસીએલ દ્વારા મંગળવારે વહેલી સવારે ગાંધીનગર, ચાંદખેડા, મોટેરા, ચિલોડા, ઓગણજ, દહેગામ ટાઉન અને રૂરલ કચેરીની ટીમે તાલુકામાં હાથીજણ, બહિયલ, કનીપુર કમાલબંધ વાસણા, ચામલા, ડેમાલિયા, ઇસનપુર ડોડીયા, ચિસકારી, અને પાલુન્દ્રા ગામે ઘર વપરાશના મીટરો અને કનેકશનોનું ચેકિંગ હાથ ધરતા જુદા જુદા ગામોમાંથી ગેરરિતીના ૨૫ કેસ મળી આવતાં અંદાજીત રૂા.૩,૫૦,૦૦૦ની વીજચોરી પકડાઇ હોવાનું દહેગામ રૂરલના ડેપ્યુટી ઇજનેર જી.કે.બરંડાએ જણાવ્યુ હતુ.

Previous articleમહેસુલ વિવાદના કેસોની આખરી સુનાવણી પછી ચુકાદાની તારીખની જાણ તે જ દિવસે અરજદારને કરાશે
Next articleકમલમ્‌ ખાતે લોકસભાની આગામી ચૂંટણીને લઈને ધમધમાટ : બેઠકોનો દોર