ટુ વ્હીલર માટે નવી સીરીઝ જાહેર કરાઈ

891
bvn2892017-18.jpg

ભાવનગર આર.ટી.ઓ. કચેરી દ્વારા દ્વીચક્રી વાહનો માટે નંબરની નવી સિરીઝ જાહેર કરી છે. જેમાં નવુ વાહન જોડાવનાર વાહન ધારક ઈચ્છીત નંબર મેળવવા નાણા ચૂકવી નંબર પ્રાપ્ત કરી શકશે.
ભાવનગર આર.ટી.ઓ. કચેરીના જણાવ્યા અનુસાર આગામી તા.૭-૧૦-૧૭ના રોજ ટુ વ્હીલર (નવા)વાહનો માટે નવી શ્રેણી જી.જે.૦૪.ડીએ શરૂ કરવામાં આવશે જેમાં ૦૦૦૧ થી ૯૯૯૯ સુધી નંબર માટે (પસંદગીના નંબર મેળવવા)માટે કચેરી દ્વારા બંધ કવરમાં ઓફર મંગાવવામાં આવી છે. જેમાં ત્રણ ઓપશન (સીલ્વર)માટે ૨ હજાર તથા અન્ય નંબર મેળવવા રૂા.૧ હજાર ચુકવવાના રહેશે જે  તે કરશે તેમને પસંદગીના નંબર ફાળવામાં આવશે. એક જ નંબર માટે એક સરખી રકમ આવશે તો રીટેન્ડીરીંગ કરવાનું રહેશે. પસંદગીના નંબર માટે તા.૬-૧૦-૧૭ સુધીમાં બંધ કવરમાં અરજી આરટીઓ કચેરી ખાતે મોકલવાની રહેશે તા.૭-૧૦-૧૭ના રોજ તમામ અરજીઓ ખોલવામાં આવશે.

Previous articleઈસ્કોન ક્લબ ખાતે રાષ્ટ્રભક્તિ થીમ પર ગરબા યોજાયા
Next articleવલ્લભીપુર પોલીસ લાઈનમાં નવરાત્રિ મહોત્સવ