દહેગામ ખાતે ૧૯૫૭ માં બનાવામાં આવેલા પ્રાંત કમ વિકાસ ઘટક કચેરી જે આજે તાલુકા પંચાયત કચેરીના નામે ઓળખાય છે. તેની હાલત આજે દયનીય છે. વર્ષો જૂના બાંધકામને લીધે દીવાલોમાં તિરાડો અને સિલીંગ પરથી પોપડા ઉખડી અને નીચે પડે છે.
એક વર્ષ પહેલા અહીંયા નોકરી કરતાં ૨ કર્મચારીઓ પોપડા પડવાને લીધે ઘવાયા પણ હતા. પહેલા માડે આવેલા લેડીઝ ટોયલેટમાંથી નીકળતું પાણી તડ કાચા થઇ જવાને લીધે દીવાલોમાં રીસે છે જેના લીધે અસહ્ય દુર્ગંધ આવતી હોય છે. તાલુકા પંચાયત દ્વારા નવ નિર્મિત તાલુકા સેવા સદનમાં ૩જા માળ પર જગ્યાની માંગણી કરવામાં આવી હતી. પણ તે ગ્રાહ્ય ન રહી, જો કે જે તાલુકા સેવા સદન બન્યું છે તે જગ્યા તાલુકા પંચાયતની જ હતી.
જેને તાલુકા સેવા સદન બનાવવા માટે તાલુકા પંચાયતએ જ આપી હતી. દહેગામ તાલુકા પંચાયત દ્વારા આ મુદ્દે જિલ્લા પંચાયતમાં નવી ઓફિસ બનાવવા માટે માંગણી કરેલી છે. દહેગામ સ્ટેશન રોડ પર આવેલી જૂની પાણી પુરવઠાની જગ્યા જે તાલુકા પંચાયતના અંદરમાં આવે છે. તેની માંગણી અંદાજે દોઢ વર્ષ પહેલા કરવામાં આવી છે. આ મુદ્દે તાલુકા પંચાયતના અધિકારી સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે નવા મકાનની માંગણી કરવામાં આવી છે અને કામ પ્રોસેસમાં છે.


















