વધુ એક વાર ગાંધીનગર પોલીસે દારૂનો જથ્થો પકડયો

895
gandhi5112017-4.jpg

ગાંધીનગરમાં ચૂંટણી જાહેર થયા પછી જથ્થાબંધ દારૂના કેસો પકડાવાના શરૂ થયા છે જેમાં વધુ એક કિસ્સો આજે એસઓજી પોલીસ દ્વારા પકડવામાં આવ્યો છે. ઉવારસદ ગામંના પેટાપરા રણજીપુરા ગામમાં રહેતો બાલાજી રવાજી ઠાકોર દેશી દારૂ ચાંદખેડા સપ્લાય કરતો હોવાની બાતમીને આધારે પોલીસે ચાંદખેડાથી ઈન્ડિકા કાર નં. જીજે-૧૮-એબી-પ૮૬ માં આવેલા કેટલાંક ઈસમો દારૂનો જથ્થો લેવા આવનાર હોવાની માહિતી મળતાં વોચ ગોઠવી હતી અને તે જ ગાડીમાંથી ૭૦ લીટર જેટલો દેશી દારૂ કબજે લીધો હતો. 
આ કેસમાં ગોવિંદભાઈ નટવરજી ઠાકોર, ગોવિંદ મનસુખભાઈ ઠાકોર, શૈલેષ ગોવિંદભાઈ ઠાકોર રહે ત્રણેય ચાંદખેડા વિસતમાતાનો વાસ, હુડકો, અમદાવાદનાઓને અટક કરી તેઓને દારૂનો જથ્થો આપનાર વોન્ટેડ બાલાજી રવાજી ઠાકોર સહિત તમામ વિરૂધ્ધ અડાલજ પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ કરી એસઓજી દ્વારા તપાસ હાથ ધરવામાં આવેલ છે. 

Previous articleગુરૂનાનકના પ્રકાશ પર્વની ઉજવણી નિમિત્તે શુભેચ્છા
Next articleલાયોનેસ કલબ દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો